બરોડા ડેરીના નિયામક મંડળમાં ડિરેક્ટરોની ૧૩ બેઠક માટેની ૧૮ માર્ચે યોજાનારી ચૂંટણીમાં ૪૮ આગેવાનોએ કુલ ૫૫ ફોર્મ ભર્યા હતાં. તે ફોર્મની આવતીકાલે ચકાસણી કરાશે. તેમજ વાંધાઓ રજૂ કરાશે. એ પછી તા.૭મીએ ફોર્મ પાછા ખેંચવાની તક અપાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈ તા.૨૧મી ફેબ્રુઆરીથી ગઈકાલ સુધીમાં ઉમેદવારીપત્રો ભરાયા હતાં.
7 માર્ચે ઉમેદવારીપત્ર પરત ખેંચવા માટેની તક અપાશે
જેમાં વર્તમાન પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના ૧૩ ડિરેક્ટરો તેમજ અન્ય આગેવાનો મળીને ૪૮ આગેવાનોએ ૫૫ ફોર્મ ભર્યા હતાં. જે ફોર્મની આવતીકાલે તા.૨૮મીએ ચકાસણી પ્રક્રિયા ચૂંટણી અધિકારી દ્વારા હાથ ધરાશે. તેમજ ભરાયેલા ફોર્મની સામે વાંધાઓ પણ લેવામાં આવશે. ભૂલ-ચૂક થયેલી હશે કે વિગતો ખોટી ભરેલી હશે તો ફોર્મ રદ થઈ શકે છે. આવતીકાલે સ્કૂટીની બાદ જ કોના કોના ફોર્મ મંજૂર થાય છે તેનો ખ્યાલ આવશે. આવતીકાલે બપોરે ૧૧ કલાકથી સ્કૂટીનીની પ્રક્રિયા શરુ કરાશે. એ પછી તા. ૨જી માર્ચે માન્ય ઉમેદવારોના નામો જાહેર કરાશે. જ્યારે તા.૭મીએ ઉમેદવારીપત્ર પરત ખેંચવા માટેની તક અપાશે.
વડોદરામાં પિતા-પુત્ર, વાઘોડિયામાં પતિ- પત્ની અને કરજણમાં ગુરુ-શિષ્યએ ફોર્મ ભર્યું
ઉમેદવારીપત્રો ભરાઈ ગયા પરંતુ બીજા દિવસે પણ ભાજપે મેન્ડેટ આપેલા નથી. ત્યારે કાલે સ્કૂટીની છે અને એક ફોર્મ રદ થઈ જાય તો બીજુ સ્વિકારી લેવાય એ માટે કેટલાકે પોતાના નામે જ બે ફોર્મ ભરેલા છે. વડોદરા તાલુકાના ઝોન-૩માં ડેરીના ડીરેક્ટર શૈલેષ પટેલે પોતાની સાથે પોતાના પુત્ર પાર્થિક પટેલનુ ફોર્મ ભરેલુ છે. વાઘોડિયાના ઝોન-૭માં ડીરેક્ટર સતિષ મકવાણાએ પોતાની સાથે પત્ની હંસાબેન મકવાણાનુ ફોર્મ ભરેલુ છે. જે ડમી ફોર્મ હોવાની સાથે ભાજપ તેમને મેન્ટેડ ન આપે તો પત્ની કે પુત્રને ચૂંટણી લડાવી શકાય તે માટેનો અવકાશ રાખેલો છે. જ્યારે કરજણના ઝોન-૧માં ડેરીના ડીરેક્ટર સતિષ પટેલ (નિશાળીયા)એ ફોર્મ ભરતા તેમની સામે તેમના જ શિષ્ય અને કરજણ એપીએમસીના ચેરમેન જયદિપસિંહ ચૌહાણે ફોર્મ ભરતા ગુરુ-શિષ્ય સામસામે આવી ગયા છે.
આ પણ વાંચો : PM Narendra Modi In Gujarat : ગુજરાત બન્યું દેશનું સેમિકંડકટર હબ, PM નરેન્દ્ર મોદી આજે સાણંદમાં સેમિકંડકટર ATMP સુવિધાનું ઉદ્ઘાટન કરશે