વડોદરામાં એક એવો બુટલગેર પોલીસના હાથે આવ્યો કે, પોલીસ પણ ચૌંકી ગઈ અને આ બુટલેગરે બ્રેક લાઇટ, ટાયર પાસે ટાંકીના વાલ્વ બનાવ્યા હતા અને દારૂની હેરાફેરી કરતો હતો. નળ ચાલુ કરતા જ ટાંકીમાંથી દારુ નીકળતો હતો અને પોલીસે કાર સહિત દારુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે અમિત સોલંકીની ધરપકડ કરી. આરોપી ગોવાથી દારૂ લાવી વડોદરામાં કરતો હતો વેચાણ.
વડોદરામાં દારૂની હેરાફેરીની નવી તરકીબ
બુટલેગરે દારૂ વેચવા માટે નવી હેરાફેરી શોધી લીધી હતી, તેણે કારમાં ત્રણ ટાંકી બનાવી ત્રણ નળ લગાવ્યા અને ટાંકી દારૂથી ખીચોખીચ ભરી દારૂ સપ્લાયનો ધંધો કરતો હતો, બુટલેગરે કારની બ્રેક લાઈટ અને ટાયર પાસે ટાંકીના વાલ્વ લગાવ્યા અને નળ ચાલુ કરતા જ ટાંકી માંથી નિકળતો હતો વિદેશી દારૂ. ટાંકી માંથી લુઝ દારૂ કાઢી બોટલમાં ભરીને કરતા હતા છૂટક વેચાણ. પોલીસે દારૂ 3લાખ ઉપરાંતનો લુઝ દારૂ જપ્ત કર્યો છે.
