વડોદરામાં જાહેરમાં મારામારી કરનારની પોલીસે ધરપકડ કરી છે અને વીડિયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી છે, પોલીસે આરોપી ક્રિશ માખીજા પાસે માફી મંગાવી છે, અને ગોરવા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી, વડોદરાના ઈન ઓર્બિટ મોલ પાસે જાહેરમાં મારામારી કરી હતી અને તે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
યુવકે પોલીસ સ્ટેશનમાં માફી માગીને કહ્યું, હું ખાતરી આપું છું કે આવી ભૂલ ફરી નહીં થાય
તો પોલીસે વીડિયો વાયરલ થતાની સાથે આ યુવકની ધરપકડ કરી હતી અને વીડિયો મારફતે માફી પણ મંગાવી હતી, પોલીસની સામે યુવકે કહ્યું હતુ કે મારાથી ભૂલ થઈ છે અને બે કાન પકડીને કહ્યું કે આવી ભૂલ ફરી નહી કરૂ, પોલીસે ક્રિશ મનીશભાઈ મખીજા (ઉંમર 20 વર્ષ, રહે. 307, આર્કોન અણપ, રાત્રી બજાર પાછળ, વડોદરા)ની ગોરવા પોલીસે ધરપકડ કરી હતી.













