રાત્રિ ઉતરાયણ મનાવવા માટે લોકો ધાબા ઉપર લાઈટના મોટા ફ્લડ મારે છે. અને મોટા સ્પીકર સાથે ગાયનો વગાડી રાત્રિ ઉતરાયણ મનાવે છે. રાત્રિ ઉતરાયણને લઈને પાળજ ગામમાં NRI લોકો તથા અન્ય મોટા શહેરોમાં વસતા લોકો સ્પેશિયલ રાત્રે ઉતરાયણ મનાવવા માટે આવે છે. અને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે.
વર્ષોની પરંપરા મુજબ રાત્રિ ઉતરાયણ મનાવવામાં આવે છે
પેટલાદ તાલુકાના પાળજ ગામે વર્ષોની પરંપરા મુજબ રાત્રિ ઉતરાયણ મનાવવામાં આવે છે. રાત્રિ ઉતરાયણને લઈને ગામના તમામ વિસ્તારોમાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકોએ ધાબા ઉપર લાઈટના ફ્લડ માર્યા હતા અને સ્પીકરો લગાવ્યા હતા પાળજ ગામમાં રાત્રિ ઉતરાયણ મનાવવા માટે અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિત દેશોમાંથી આવેલા લોકો રાત્રિ ઉતરાયણ મનાવવા રોકાયા છે.
