શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી મંદિરોને નિશાન બનાવતી ચોર ટોળકીએ આતંક મચાવ્યો છે. સાવલીના ઐતિહાસિક ભીમનાથ મહાદેવ મંદિરમાં થયેલી ચોરીની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં શહેરના છાણી વિસ્તારમાં બે મંદિરોમાં તસ્કરીની ઘટના સામે આવતા ભક્તોમાં ભારે રોષ ફેલાયો છે.


[[$googlead]]

રોકડ ભરેલી દાન પેટી ઉપાડી ગયા તસ્કરો

છાણીની હદના પટેલ નગર પાસે આવેલા ભાથુજી મંદિર અને મહાકાળી માતાજીના વહેલી સવારે આશરે ચાર વાગ્યે તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. મંદિરના પૂજારી શાંતિલાલ શંકરભાઈ પરમાર જયારે સવારની આરતી માટે ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી. સીસીટીવી ફૂટેજની તપાસમાં મોઢે રૂમાલ બાંધેલા ત્રણ શખ્સો મંદિરના લોક તોડીને ચોરી કરતા કેદ થયા હતાં. તસ્કરો ભાથુજી મંદિરમાંથી અંદાજે રૂ.10 હજારની રોકડ ભરેલી દાન પેટી ઉપાડી ગયા હતા.

મહાદેવ મંદિરમાં પણ તસ્કરોએ એક જ મોડસ ઓપરેન્ડીથી ચોરી કરી

આ ઉપરાંત મહાકાળી માતાજીના મંદિરમાંથી ૨૦ વર્ષ જૂની લોખંડની તલવાર અને પિત્તળની ચરણ પાદુકા પણ ચોરી કર્યાં હતાં. હવે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે આ રૂમાલધારી ટોળકીને પકડવા માટે તપાસ તેજ કરી રહી છે. છાણી પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, સાવલીના સુપ્રદ્ધિ ભીમનાથ મહાદેવ મંદિરમાં પણ તસ્કરોએ એક જ મોડસ ઓપરેન્ડીથી ચોરી કરી હતી.

[[$alsoread]]


આ પણ વાંચો : Ahmedabad News : ‘સંસ્થાકીય આર્બિટ્રેશનના પડકારો અને ભાવિ દિશા’ વિષયક બે દિવસીય કોન્ફરન્સનો ગુજરાત હાઇકોર્ટ ખાતે પ્રારંભ


  • Follow us on: