એએસઆઈની ડ્રગ પેડલર સાથે મીલીભગત બહાર આવી હતી અને SMCએ કરી હતી લક્ષ્મી દેસાઇની ધરપકડ, ડમી સીમથી ડ્રગ પેડલર સાથે સંપર્ક કરતો અને હેરોઇન લાવવા અને લઇ જવા ટીપ આપતો હોવાની વાત સામે આવી હતી, ડમી સીમ ફ્રોડ કરી મેળવતા ગુનો નોંધાશે. હેરોઇન ડ્રગ વેચનારા ડીલર સાથે સાઠગાંઠમાં ઝડપાયેલા SOGના એએસઆઈ લક્ષ્મીકાંત દેસાઇને SMCએ કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.


વડોદરા એસઓજીમાં ફરજ બજાવતા હતા લક્ષ્મીકાંત દેસાઇ

સ્ટેટ મોનિટરીંગ સેલે વડોદરા એસઓજીમાં ફરજ બજાવતા લક્ષ્મીકાંત દેસાઈની 47 લાખના હેરાઈન કેસમાં ધરપકડ કરી હતી અને હેરોઈન લાવનાર પેડલર સાથે તેની સંડોવણી સામે આવી હતી, એસએમસીએ આરોપી પોલીસને કોર્ટમાં રજૂ કરીને તપાસના મહત્વના મુદ્દા દર્શાવી કોર્ટે 5 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા, 9 જાન્યુઆરીએ SMCને બાતમી મળી હતી કે, વડોદરા રેલવે સ્ટેશને એક શખ્સ ડ્રગ્સનો જથ્થો લાવશે.

અમરિકસિંઘ સામે એનડીપીએસનો ગુનો નોંધી તપાસ શરૂ થઇ હતી

રાજસ્થાનથી હેરોઇન લાવ્યો હતો જેને ભટીંડાનો નિશાનસિંઘ આપી ગયો હતો. અમરિકસિંઘનો મોબાઇલ તપાસતાં એસએમસીને એસઓજીના એએસઆઇ લક્ષ્મીકાંત દેસાઇના અસંખ્ય કોલ્સ-મેસેજ મળ્યા હતા.


આ પણ વાંચો : Ankleshwar News : અંકલેશ્વર GIDCમાં આવેલ સોસાયટીમાં MD ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, ભરૂચ SOGનું ઓપરેશન



  • Follow us on: