વડોદરામાં એલસીબી ઝોન-3એ સપાટો બોલાવ્યો છે અને બીયરનો જથ્થો ઝડપી પાડયો છે, પોલીસે તરસાલી જાંબુઆ સર્વિસ રોડ પરથી આ બીયરનો જથ્થો ઝડપી પાડી આ એક શખ્સની અટકાયત કરી છે, પોલીસે કુલ મળીને 31 લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો છે, બીયરનો જથ્થો કોણે મંગાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.


બાતમીના આધારે ઝડપી પાડી બીયર ભરેલી આઇસર

વડોદરામાં બટાકાના થેલાની આડમાં લઈ જવાતો હતો બીયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, પોલીસે તરસાલી જાંબુઆ સર્વિસ રોડ પર જતી બીયર ભરેલી આઇસરને ઝડપી પાડી છે, આઈસરમાંથી કુલ 420 પેટી બીયરના ટીન ઝડપી પાડવામાં આવ્યા છે અને પોલીસે 21 લાખ 30 હજારનો બિયરનો જથ્થો ઝડપી પાડયો છે, આઇસર ચાલક મુકેશ ઓડની 31 લાખના મુદ્દામાલ સાથે કરી ધરપકડ અને બિયરનો જથ્થો ક્યાંથી લાવ્યા અને ક્યાં લઈ જતા હતા તે અંગે પોલીસે હાથ ધરી તપાસ.

છાણી પોલીસે પણ 9 જાન્યુઆરી 2026ના રોજ દારૂનો જથ્થો ઝડપ્યો

વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી દારૂનો જથ્થો ઝડપાતો રહે છે અને પોલીસ બાતમીના આધારે દરોડા પણ પાડતી રહે છે, છાણી પોલીસે બાતમીના આધારે બાઈકના પેટ્રોલમાં લવાતો દારૂ ઝડપી પાડયો હતો અને ચોરખાનું બનાવીને આ દારૂનો જથ્થો લાવવામાં આવતો હતો, પોલીસે 144 કવાટર દારૂના ઝડપી પાડયા હતા અને છોટાઉદેપુરના 2 શખ્સોની અટકાયત કરી હતી.


આ પણ વાંચો : Porbandar News : પોરબંદરના રાણાવાવમાં ભેળસેળિયું ડિઝલ વેચતા 5 આરોપી ઝડપાયા, સ્ટેટ મોનિટરિંગ સેલે ગોડાઉનમાં કરી રેડ


 

  • Follow us on: