રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના મોટા દડવા ગામેથી એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. ગામમાં આવેલી એક વાડીના કૂવામાં એક માતાએ પોતાની વ્હાલસોયી પુત્રી સાથે ઝંપલાવીને આત્મહત્યા કરી લીધો છે. એકસાથે બે જિંદગીઓનો કરુણ અંત આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને ગામના લોકો સ્તબ્ધ થઈ ગયા છે.
પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે મૃતદેહો બહાર કાઢ્યા
બનાવની જાણ થતાં જ ગોંડલ ફાયર ફાઇટરની ટીમ, જસદણ એએસપી અને આટકોટ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમે સંયુક્ત કામગીરી કરીને માતા અને પુત્રી બંનેના મૃતદેહોને કૂવાના ઉંડા પાણીમાંથી બહાર કાઢીને પોસ્ટ મોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા.
