ઉત્તર પ્રદેશના સહારનપુરથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. અહીં ભાજપના એક નેતાએ પોતાની પત્ની અને ત્રણ બાળકોને ગોળી ધરબી દીધી હતી. આ ઘટનામાં બે બાળકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ત્રીજા બાળકનું હોસ્પિટલમાં મોત થયું હતું. ભાજપના નેતાની પત્ની ગંભીર રીતે ઘાયલ છે. તેને મોટી હોસ્પિટલમાં રીફર કરવામાં આવી છે. માહિતી મળતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તમામને હોસ્પિટલ લઈ ગઈ હતી. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા બાદ પોલીસે ત્રણેય બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા.


નેતાના પત્નીની હાલત ગંભીર, 3 પુત્રોના મોત

ભાજપ નેતાની પત્નીની પોલીસની દેખરેખ હેઠળ સારવાર કરવામાં આવી રહી છે. તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે. પોલીસે આરોપી ભાજપ નેતાની ધરપકડ કરી લીધી છે. આરોપી ભાજપ નેતાની ઓળખ સહારનપુર જિલ્લા કાર્યકારી સભ્ય યોગેશ રોહિલા તરીકે થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે તે ઘણા સમયથી માનસિક રીતે બીમાર હતો. જો કે આ ઘટના પાછળ હજુ સુધી પોલીસ દ્વારા કોઈ નક્કર કારણ આપવામાં આવ્યું નથી. પોલીસના જણાવ્યા અનુસાર, સહારનપુરના ગંગોહ વિસ્તારના સંગાથેડા ગામમાં રહેતા એક બીજેપી નેતા દ્વારા આ ઘટનાની માહિતીએ સમગ્ર જિલ્લામાં હલચલ મચાવી દીધી હતી.

ખુદ ભાજપના નેતાએ માહિતી આપી હતી

સહારનપુર એસપી રૂરલ ફોરેન્સિક ટીમ અને પોલીસ સ્ટેશન ફોર્સ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા અને કેસની તપાસ શરૂ કરી હતી. ઘટના બાદ નેતા યોગેશ રોહિલ્લાએ ખુદ પડોશને ઘટનાની જાણકારી આપી હતી. તેણે કહ્યું હતું કે તેણે તેની પત્ની અને ત્રણ બાળકોને ગોળી મારી દીધી. આ સાંભળીને પડોશીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા અને પરિસ્થિતિ જોઈને તેઓ ઘટનાસ્થળે ગયા અને પોલીસને જાણ કરી હતી. આ માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બીજેપી નેતાની અટકાયત કરી તેની પૂછપરછ શરૂ કરી હતી.

ઘટનાનું કારણ સ્પષ્ટ નથી

પોલીસના જણાવ્યા અનુસાર આટલી મોટી ઘટના પાછળ હજુ સુધી કોઈ નક્કર કારણો સામે આવ્યા નથી. પોલીસના જણાવ્યા અનુસાર બીજેપી નેતાના બે બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે તેમની પત્ની અને એક બાળક ગંભીર રીતે ઘાયલ થયા છે. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેની સ્થિતિને જોતા ડોક્ટરોએ તેને દાખલ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં પત્નીની હાલત નાજુક છે. હાલ પોલીસ આ ઘટનાના કારણોની તપાસમાં વ્યસ્ત છે.

  • Follow us on: