સામાન્ય રીતે આપણે સૌ એવું માનીએ છીએ કે દિવાળીના બીજા જ દિવસે નવું વર્ષ એટલે કે બેસતું વર્ષ શરૂ થઈ જાય છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી દિવાળી અને બેસતા વર્ષની વચ્ચે એક વધારાનો દિવસ જોવા મળે છે, જેને લોકભાષામાં 'ધોકો' અથવા 'પડતર દિવસ' કહેવામાં આવે છે.

આ મધ્યના દિવસને ન તો દિવાળી ગણવામાં આવે છે અને ન તો નવા વર્ષનો દિવસ ગણવામાં આવે છે. આ કોઈ અશુભ દિવસ નથી, પરંતુ પંચાંગની ગણતરી મુજબ આવતો એક કુદરતી અને વધારાનો દિવસ છે.

પંચાંગનું ગણિત: 'ધોકો' કેમ આવે છે?

આપણા હિન્દુ તહેવારો અને વર્ષની ગણતરી ચંદ્રની કળાઓ અને ગતિ પર આધારિત હોય છે. ચંદ્રની 30 કળાઓ 30 દિવસ કરતાં ઓછા સમયમાં પૂર્ણ થતી હોવાથી પંચાંગમાં તિથિઓનો ક્ષય (ઘટાડો) કે વૃદ્ધિ (ઉમેરણ) થતી રહે છે. આપણી સનાતન પરંપરા મુજબ નવા વર્ષની શરૂઆત સૂર્યોદય સમયે પડતી તિથિ (એકમ)થી થવી જોઈએ.

જો સૂર્યોદય સમયે અમાસની તિથિ ચાલુ હોય, તો તે દિવસે બેસતું વર્ષ ઉજવાતું નથી અને એક દિવસ છોડીને ત્યાર પછીના દિવસે નવું વર્ષ ઉજવાય છે. આથી, બે વર્ષની વચ્ચે બેમાંથી એકપણ વર્ષનો ભાગ ન હોય તેવો આ દિવસ 'ખાલી દિવસ' બની જાય છે.'

Explainer Why Does 'Dhoko' Come Between Diwali and Bestu Vash Panchang Calculation Explained (1)

સૂર્ય અને ચંદ્રની ગણતરી વચ્ચેનો તાલમેલ

આપણે રોજિંદા જીવનમાં જે અંગ્રેજી કેલેન્ડર (ગ્રેગોરિયન કેલેન્ડર) વાપરીએ છીએ તે સૂર્ય આધારિત છે, જ્યારે આપણા ધાર્મિક તહેવારો ચંદ્ર આધારિત તિથિઓ પર ચાલે છે. આ બંને કેલેન્ડર વચ્ચેનો તાલમેલ સાધવા માટે પણ પડતર દિવસની સ્થિતિ ઉદ્ભવે છે. આસો માસની અમાસ બાદ ચંદ્રએ 'કૃતિકા' નક્ષત્રમાં પ્રવેશવાનું હોય છે, પરંતુ પૃથ્વી સાપેક્ષ પરિક્રમણ સમય પૂર્ણ દિવસમાં ન હોવાથી ક્યારેક તે સમયસર પ્રવેશી શકતો નથી. પરિણામે, તે દિવસે એકમ શરૂ ન થતા તે ખાલી દિવસ રહે છે.

Explainer Why Does 'Dhoko' Come Between Diwali and Bestu Vash Panchang Calculation Explained (2)

વેપારીઓ માટે હિસાબ અને આયોજનનો દિવસ

દિવાળીની ભાગદોડ અને રાત્રિના જાગરણ પછી આ ધોકાનો દિવસ આરામ કરવાની એક સરસ તક પૂરી પાડે છે. વેપારીઓ અને વ્યાપારી વર્ગ માટે આ દિવસ ખૂબ જ મહત્ત્વનો છે. આ દિવસે વેપારીઓ પોતાના જૂના વર્ષના હિસાબો પૂર્ણ કરવા, દુકાન કે ઘરની સાફ-સફાઈ કરવા અથવા આગામી નવા વર્ષ માટેનું આર્થિક આયોજન કરવા માટે આ સમયનો સદઉપયોગ કરે છે.

Explainer Why Does 'Dhoko' Come Between Diwali and Bestu Vash Panchang Calculation Explained (1)

ધોકાના દિવસે શું કરવું? ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ

આ દિવસ કોઈ અશુભ નથી, પરંતુ સૂર્ય અને દેવ ઉપાસના માટે ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે

  • સૂર્ય ઉપાસના: આ દિવસે વહેલી સવારે સૂર્યનારાયણના 12 નામનું ઉચ્ચારણ કરીને પૂજન કરવાથી શરીરમાં દિવ્ય ઊર્જાનો સંચાર થાય છે અને વર્ષભર સ્વાસ્થ્ય સારું રહે છે.
  • કુબેર પૂજન અને દાન: અમાસ હોવાથી ગરીબો અને જરૂરિયાતમંદોને કરવામાં આવતું દાન બમણું પુણ્ય આપે છે. તેમજ ધનની રક્ષા માટે આ દિવસે કુબેર પૂજન કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે.
  • શિવપૂજન: અમાસની તિથિ હોવાથી શિવજીની આરાધના અને વ્રત કરવાથી વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

Explainer Why Does 'Dhoko' Come Between Diwali and Bestu Vash Panchang Calculation Explained (2)


આ પણ વાંચો: Diwali 2026: માતા લક્ષ્મીનું વાહન ઘુવડ દિવાળીની રાત્રે દેખાય તો શું થાય? જાણો 5 પૌરાણિક માન્યતાઓ