પ્રસિદ્ધ યાત્રાધામ અને અસ્થાના કેન્દ્ર સમાન બોટાદ જિલ્લાના સાળંગપુર ધામ ખાતે આવેલા કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં દિવાળીના પાવન પર્વ નિમિત્તે અત્યંત ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પર્વની આ પવિત્ર રાત્રિએ સમગ્ર મંદિર પરિસરને રંગબેરંગી રોશની અને આકર્ષક લાઈટ ડેકોરેશનથી શણગારવામાં આવ્યું હતું, જેણે આવનાર દરેક શ્રદ્ધાળુનું મન મોહી લીધું હતું.
રંગબેરંગી લાઈટ શો અને ભવ્ય આતશબાજીનું આયોજન
દિવાળીની ઉજવણીના ભાગરૂપે મંદિર પરિસરમાં એક વિશેષ રંગબેરંગી લાઈટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લાઇટ શો અને આકાશમાં છોડવામાં આવેલી આતશબાજીએ સાળંગપુર ધામને રોશનીથી ઝળહળતું કરી દીધું હતું. આ અદભુત નજારો જોઈને ઉપસ્થિત હજારો ભક્તો મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

