અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાકરિયા ગામે નૂતન વર્ષની અનોખી પરંપરા મુજબ ઉજવણી કરવામાં આવી હતી. ગામના લોકો એકઠા થઈ પશુધનને ભડકાવીને આ પરંપરા નિભાવે છે. આ ઉજવણી જોવા માટે ગ્રામજનો પણ મોટી સંખ્યામાં જોડાય છે.
ગામના પાદરે એકઠું થાય છે પશુધન
સાંજના સમયે ગામનું પશુધન ગામના પાદરે એકઠું કરવામાં આવે છે. ત્યારબાદ પશુધનના સમૂહની આસપાસ ગ્રામજનો ભેગા થાય છે અને ફટાકડા ફોડે છે. ફટાકડાના અવાજથી પશુઓ ભડકીને દોડવા લાગે છે.


