દિવાળીના પાવન અને પ્રકાશપર્વ નિમિત્તે બોટાદ જિલ્લાના ગઢડા સ્થિત સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ ગોપીનાથજી મંદિરે ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર અવસરે મંદિર પરિસરને રોશની અને હજારો દીવાઓથી શણગારવામાં આવ્યું હતું, જેણે સૌનું મન મોહી લીધું હતું.
અગિયાર હજાર દીવાઓની ઝગમગાટથી ઝળહળ્યું મંદિર પરિસર
દિવાળીના પર્વની વિશેષ ઉજવણીના ભાગરૂપે મંદિર પરિસરમાં 11 હજાર જેટલા દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. હજારો દીવડાઓની ઝગમગતી રોશની અને દિવ્ય પ્રકાશથી સમગ્ર મંદિર પરિસર ઝળહળી ઊઠ્યું હતું. આ અદભુત નજારો જોવા માટે મોટી સંખ્યામાં હરિભક્તો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.

