સરકારી નોકરીની તૈયારી કરી રહેલા દેશભરના યુવાનો માટે આ અઠવાડિયું ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને તકોથી ભરેલું સાબિત થઈ રહ્યું છે. દેશના વિવિધ સરકારી વિભાગો દ્વારા 23,000 થી પણ વધુ ખાલી પદો પર ભરતી માટે સત્તાવાર જાહેરાત (નોટિફિકેશન) બહાર પાડવામાં આવી છે. અલગ-અલગ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે વિવિધ પદો ઉપલબ્ધ છે, જ્યાં પસંદગી પામનાર ઉમેદવારોને રૂ. 2 લાખ સુધીનો માસિક પગાર પણ મળી શકે છે. જોકે, દરેક ભરતી માટે વય મર્યાદા અને પાત્રતાના માપદંડ અલગ-અલગ છે, જેથી અરજી કરતા પહેલાં તમામ વિગતો ચકાસી લેવી જરૂરી છે.
મુખ્ય ભરતીઓની વિગતો
1. ઉત્તર પ્રદેશ શિક્ષણ સેવા પસંદગી આયોગ (UPESSC):
પદ અને જગ્યાઓ: TGT ના કુલ 17,735 પદો.
લાયકાત અને વય મર્યાદા: સ્નાતક, B.Ed. સાથે UP TET અથવા CTET પાસ. વય મર્યાદા 21 થી 62 વર્ષ.
અરજી સમયગાળો: 24 ઓક્ટોબર 2026 થી 23 નવેમ્બર 2026.
પગાર અને વેબસાઇટ: ₹44,900 થી ₹1,42,400. અરજી માટે upessc.up.gov.in પર મુલાકાત લેવી.
2. રેલ્વે ભરતી (RRC જયપુર):
પદ અને જગ્યાઓ: એપ્રેન્ટિસના 2008 પદો.
લાયકાત અને વય મર્યાદા: ITI ડિગ્રી સાથે 10મું પાસ. મહત્તમ વય મર્યાદા 24 વર્ષ.
અરજી સમયગાળો: 23 ઓક્ટોબર ૨૦૨૬ થી 22 નવેમ્બર ૨૦૨૬.
પગાર અને વેબસાઇટ: રેલ્વે એપ્રેન્ટિસના નિયમો મુજબ. અરજી માટે www.rrcjaipur.in પર જવું.
3. ઉત્તર પ્રદેશ જાહેર સેવા આયોગ (UPPSC - આચાર્ય ભરતી):
પદ અને જગ્યાઓ: આચાર્ય તથા અન્ય 1475 પદો.
લાયકાત અને વય મર્યાદા: 50 % ગુણ સાથે માસ્ટર ડિગ્રી અને B.Ed. વય મર્યાદા 23 થી 62 વર્ષ.
અરજી સમયગાળો: 23 ઓક્ટોબર 2026 થી 22 નવેમ્બર 2026.
પગાર અને વેબસાઇટ: ₹78,800 થી ₹2,09,200 અરજી માટે upessc.up.gov.in નો સંપર્ક કરવો.
4. ઉત્તર પ્રદેશ જાહેર સેવા આયોગ (UPPSC - ARO ભરતી):
પદ અને જગ્યાઓ: ARO તથા અન્ય ૫૦ પદો.
લાયકાત અને વય મર્યાદા: સ્નાતક ડિગ્રી અને 'O' લેવલ કોમ્પ્યુટર સર્ટિફિકેટ. વય મર્યાદા 18 થી 40 વર્ષ.
અરજી સમયગાળો: 26 ઓક્ટોબર 2026 થી 26 નવેમ્બર 2026.
પગાર અને વેબસાઇટ: ₹29,200 થી ₹1,51,100 અરજી માટે uppsc.up.nic.in પર લોગિન કરવું.
તમામ ભરતીઓમાં પસંદગી પ્રક્રિયા લેખિત પરીક્ષા, મેરિટ, ટાઇપિંગ ટેસ્ટ અથવા દસ્તાવેજ ચકાસણીના આધારે કરવામાં આવશે. લાયક ઉમેદવારોએ છેલ્લી તારીખ પહેલાં સંબંધિત સત્તાવાર વેબસાઇટ પર જઈને વહેલી તકે અરજી કરી લેવી.
આ પણ વાંચોઃ Bhutan :ગેલેફુ માઇન્ડફુલનેસ સિટીમાં 108 સ્તૂપોની સ્થાપના, જેમાંથી 1 પીએમ મોદીના નામે કરાયું અનાવૃત