સમગ્ર દેશની પ્રતિષ્ઠિત મેનેજમેન્ટ સંસ્થાઓમાં MBA અને PGDM કોર્સમાં પ્રવેશ મેળવવા માટે આજે CMAT (Common Management Admission Test) પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સ્તરે યોજાનારી આ પરીક્ષામાં આ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.
આંકડાકીય વિગત અને પરીક્ષાનું માળખું
આજે સવારે 9 થી 12 વાગ્યાના સત્રમાં યોજાયેલી આ પરીક્ષામાં સમગ્ર દેશમાંથી કુલ 53,000 વિદ્યાર્થીઓ નોંધાયા છે, જેમાં 27 હજારથી વધુ વિદ્યાર્થીઓ અને 25 હજારથી વધુ વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે નોંધણીમાં 20,000 જેટલો મોટો ઘટાડો નોંધાયો છે. ગુજરાતની વાત કરીએ તો, રાજ્યના મુખ્ય 14 શહેરોના 48 કેન્દ્રો પરથી 15,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.













