એક્ટ્રેસ ઐશ્વર્યા રાય વિના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ કેવી રીતે હોઈ શકે? આ એક્ટ્રેસ 78મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે પહોંચી છે. આજે એક્ટ્રેસ રેડ કાર્પેટ પર જોવા મળી. આ વખતે ઐશ્વર્યા વ્હાઈટ સાડીમાં રેડ કાર્પેટ પર દેશી લુકમાં જોવા મળી. તેણે સિંદૂરથી પોતાનો લુક કમ્પલીટ કર્યો.


નમસ્તે કહીને કર્યું અભિવાદન

ઐશ્વર્યા રાય કાન્સના રેડ કાર્પેટ પર વ્હાઈટ સાડી પહેરીને પહોંચી, જેમાં સોનેરી બોર્ડર ડિઝાઈન જોવા મળી. આ દરમિયાન તેને ત્યાં હાજર લોકોનું નમસ્તે કહીને અભિવાદન કર્યું. ઐશ્વર્યા રાય બચ્ચને વર્ષ 2002 માં પહેલી વાર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી.

આ ફિલ્મ માટે પહેલી વાર કાન્સ ફેસ્ટિવલમાં લીધો ભાગ

ઐશ્વર્યા રાય બચ્ચન પહેલી વાર 2002માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મ 'દેવદાસ'ના પ્રીમિયર માટે હાજરી આપી હતી. આ પછી, દર વર્ષે તે એક મેકઅપ બ્રાન્ડ માટે આ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લે છે. ઐશ્વર્યાનો લુક પણ દર વર્ષે ચર્ચામાં રહે છે. આ વખતે તેનો અલગ જ અંદાજ જોવા મળ્યો.


ફેન્સે ઐશ્વર્યા રાયની કરી ખૂબ પ્રશંસા

આ લુકમાં ઐશ્વર્યા રોયલ ક્વીન જેવી લાગી રહી છે. ફેન્સ તેના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. યુઝર્સ તેના ટ્રેડિશનલ લુકને ખૂબ પસંદ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે 'મેં તમને ઘણા સમય પછી સાડીમાં જોયા, તમે ખૂબ જ સુંદર લાગી રહ્યા છો'. અન્ય એક યુઝરે લખ્યું છે કે 'કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની માતા'. બીજા એક યુઝરે લખ્યું છે કે 'આ વખતે તમારા લુકે મારું દિલ જીતી લીધું'.


ઐશ્વર્યા રાયે જીત્યું ફેન્સનું દિલ

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાયના લુકની બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ઐશ્વર્યા રાયનો જ્યારે લુક સામે આવ્યો, ત્યારે એક્ટ્રેસે પોતાના દેશી લુકથી ફેન્સનું દિલ જીતી લીધું. બચ્ચન પરિવારની પુત્રવધૂ અને પોપ્યુલર એક્ટ્રેસે સાડી સાથે પરંપરાગત ઘરેણાંથી પોતાનો લુક કમ્પલીટ કર્યો છે.


  • Follow us on: