તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબીતા​​જી ઉર્ફે મુનમુન દત્તા પોપ્યુલર ટીવી એક્ટ્રેસમાંથી એક છે. મુનમુન પોતાના પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પોતાની પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ એક સમય હતો જ્યારે મુનમુન બોલીવુડ એક્ટર અરમાન કોહલીને ડેટ કરતી હતી.


મુનમુનનો આ સંબંધ ખૂબ જ ખરાબ રીતે સમાપ્ત થયો. એવું કહેવાય છે કે અરમાન તેને માર મારતો હતો. તમને જણાવી દઈએ કે 2008 માં મુનમુન અને અરમાન એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા અને તે જ વર્ષે બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું.

અરમાન કોહલીને ભરવો પડ્યો દંડ

એવું કહેવાય છે કે વેલેન્ટાઇન ડેના દિવસે અરમાન અને મુનમુન વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. ગુસ્સામાં અરમાને એક્ટ્રેસને માર માર્યો. ત્યારબાદ મુનમુને અરમાન વિરુદ્ધ FIR નોંધાવી, જેના કારણે અરમાનને દંડ ભરવો પડ્યો.

મુનમુનને રોજ મારતો હતો અરમાન

અરમાન અને મુનમુન વચ્ચેની આ લડાઈની સાક્ષી ડોલી બિન્દ્રા હતી. તેને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે મુનમુન પ્રત્યે અરમાનનું વર્તન ક્યારેય સામાન્ય ન હતું. ડોલીએ કહ્યું હતું કે જ્યારે તેઓ મોરેશિયસ વેકેશન પર ગયા હતા, ત્યારે પણ અરમાન મુનમુનને રોજ મારતો હતો.

મુનમુન રડતી ઘરની બહાર આવતી જોવા મળી

ડોલીએ કહ્યું હતું કે તેને મુનમુનને રડતી ઘરની બહાર આવતી જોઈ હતી. તેને એમ પણ કહ્યું કે તેણે તેના પતિ કૈઝાદ સાથેના વિવાદને ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અરમાને તેની સાથે પણ ગેરવર્તન કર્યું. અરમાન સાથે બ્રેકઅપ થયા પછી, મુનમુન હવે સિંગલ છે.

સોશિયલ મીડિયા પર જોરદાર ફેન ફોલોઈંગ

આ દરમિયાન, મુનમુનનું નામ ઘણા લોકો સાથે જોડાયું હતું પરંતુ એક્ટ્રેસે તેને માત્ર અફવા ગણાવી. તારક મહેતા શો સિવાય મુનમુન તેના ગ્લેમરસ ફોટા માટે પણ ચર્ચામાં રહે છે. મુનમુન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ઈન્સ્ટાગ્રામ પર તેના 8.5 મિલિયન ફોલોઅર્સ છે.


  • Follow us on: