બોલીવુડ એક્ટર આમિર ખાને તાજેતરમાં જ તેની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટનો પરિચય મીડિયા સમક્ષ કરાવ્યો. આ પછી, આ કપલ પહેલીવાર જાહેરમાં સાથે જોવા મળ્યું છે. ગૌરી સાથે આમિરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ પણ આ વીડિયો પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.
આમિર ખાન અને ગૌરી સ્પ્રેટ સાથે મળ્યા જોવા
સોશિયલ મીડિયા પર સામે આવેલા આમિર ખાન અને ગૌરી સ્પ્રેટના વીડિયોમાં, તેઓ મુંબઈના બાંદ્રામાં એક્સેલ એન્ટરટેઈનમેન્ટ ઓફિસની બહાર જોવા મળે છે. વીડિયોમાં આમિર ખાન ઊભો જોવા મળે છે અને ગૌરી સ્પ્રેટ ઝડપથી અંદર આવે છે અને કારમાં બેસી જાય છે.
આ પછી આમિર ખાન પણ કારમાં બેસીને ત્યાંથી નીકળી જાય છે. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેના પર યુઝર્સ પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.
ફેન્સે વરસાવ્યો પ્રેમ
આ પોસ્ટ પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું છે કે ઓહ વાહ, શું વાત છે! બીજા એક યુઝરે લખ્યું કે તમે બંને સાથે સારા લાગે છે. અન્ય યુઝરે લખ્યું કે આ કપલ સારું લાગે છે. આ સિવાય અન્ય યુઝરે કહ્યું શ્રેષ્ઠ કપલ. બીજા એક યુઝપે કહ્યું કે તે સારી વાત છે. આ વીડિયો પર ફેન્સ આવી પ્રતિક્રિયા આપી રહ્યા છે. આમિર ખાન અને ગૌરી સ્પ્રેટ એકબીજાને 25 વર્ષથી ઓળખે છે.
આમિરની બહેને આપી પ્રતિક્રિયા
તાજેતરમાં ગૌરી વિશે ઘણી બધી બાબતો સામે આવી છે. જો આપણે ગૌરી વિશે વાત કરીએ તો, તેનો એક 6 વર્ષનો દીકરો પણ છે. ગૌરી બેંગ્લોરમાં રહે છે અને તેનો પરિવાર દક્ષિણ ભારતનો છે. જ્યારે આમિરે તેની ગર્લફ્રેન્ડનો પરિચય મીડિયા સમક્ષ કરાવ્યો ત્યારે તેની બહેને પણ તેના પર પ્રતિક્રિયા આપી. આમિરની બહેન નિખતે આ અંગે કહ્યું હતું કે હું બંને માટે ખૂબ જ ખુશ છું અને તેમને ખુશીની શુભેચ્છા પાઠવું છું.