બોલીવુડ સુપરસ્ટાર આમિર ખાને પોતાના 60મા જન્મદિવસ નિમિત્તે એક ખાસ ખુલાસો કર્યો. તેને ગૌરી સ્પ્રેટ સાથેના પોતાના સંબંધોનો મીડિયા સમક્ષ સ્વીકાર કર્યો અને કહ્યું કે તેઓ છેલ્લા એક વર્ષથી ડેટિંગ કરી રહ્યા છે. પરંતુ તેઓ એકબીજાને ઘણા સમયથી ઓળખે છે.
મુંબઈમાં પોતાના 60મા જન્મદિવસની ઉજવણી દરમિયાન, આમિર ખાને મીડિયા સાથે પોતાના ડેટિંગ વિશે એક મોટી જાહેરાત કરી. સુપરસ્ટારે કહ્યું કે તે એક વર્ષથી તેને ડેટ કરી રહ્યો છે, પરંતુ તે તેને 25 વર્ષથી વધુ સમયથી ઓળખે છે.
પરિવાર અને મિત્રો આ સંબંધથી ખૂબ ખુશ
આમિર ખાને ખુલાસો કર્યો કે ગૌરી તેના પરિવાર અને મિત્રોને મળી છે, જેમાં બોલીવુડના બે દિગ્ગજ કલાકારો - શાહરૂખ ખાન અને સલમાન ખાનનો પણ સમાવેશ થાય છે. તેમના મતે, પરિવાર આ સંબંધથી ખૂબ ખુશ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ગૌરીએ જણાવ્યું કે તેને આમિરની 2 ફિલ્મો જોઈ છે.
તેણે કહ્યું કે "હું આમિર ખાનને સુપરસ્ટાર નથી માનતી. હું બોલીવુડમાં આરામદાયક રહેવાનો પ્રયાસ કરી રહી છું. હું ગઈકાલે જ સલમાન ખાન અને શાહરૂખ ખાનને મળી હતી."
ગૌરી સ્પ્રેટ કોણ છે?
ગૌરી સ્પ્રેટ બેંગ્લોરમાં રહે છે અને હાલમાં આમિર ખાનના પ્રોડક્શન હાઉસ સાથે કામ કરી રહી છે. રસપ્રદ વાત એ છે કે ગૌરીએ 'લગાન' અને 'દંગલ' જેવી થોડી જ ફિલ્મો જોઈ છે અને તે બોલીવુડના 'સુપરસ્ટાર' ટેગને વધારે મહત્વ આપતી નથી.
ગૌરી સ્પ્રેટ અડધી તમિલ અને અડધી આઈરિશ છે. તેમના દાદા સ્વતંત્રતા સેનાની હતા, જે તેમની બેકગ્રાઉન્ડને વધુ રસપ્રદ બનાવે છે. આ સિવાય તે 6 વર્ષના પુત્રની માતા છે અને પોતાને એક સ્વતંત્ર મહિલા તરીકે ઓળખાવે છે.
આમિર ખાને કરી આ ખાસ વિનંતી
આમિરે ગૌરીનો ફોટો પોસ્ટ ન કરવાની પણ વિનંતી કરી. આમિરે ગૌરીનો પરિચય મીડિયા સાથે કરાવ્યો પણ તેમની સમક્ષ એક શરત મૂકી કે તેઓ તેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર ન કરે. આમિર નથી ઈચ્છતો કે તેનું અંગત જીવન ચર્ચાનો વિષય બને, તેથી તેણે પાપારાઝીને ગૌરીનો ફોટો ક્યાંય પણ પોસ્ટ કરતા અટકાવ્યા.
આમિર ખાનની પર્સનલ લાઈફમાં એક નવો વળાંક
આમિર ખાનના પહેલા લગ્ન રીના દત્તા અને કિરણ રાવ સાથે થયા છે. તેમના પહેલા લગ્નથી તેમને એક પુત્રી ઈરા અને પુત્ર જુનૈદ છે, જ્યારે કિરણ રાવથી તેમને એક પુત્ર આઝાદ છે. 2021 માં કિરણ રાવથી છૂટાછેડા પછી, આમિર હવે તેના નવા સંબંધથી ખૂબ ખુશ છે.