શાહરૂખ ખાન અને સલમાન ખાન બોલીવુડના સુપરસ્ટાર છે. આ બંને કલાકારો રાકેશ રોશનની 1995ની હિટ ફિલ્મ કરણ અર્જુનમાં સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં બંને સુપરસ્ટારે પહેલીવાર સ્ક્રીન શેર કરી હતી.


સલમાન અને શાહરૂખ ફિલ્મના સેટ પર ખૂબ મસ્તી કરતા હતા. તાજેતરમાં જ તેના કો-એક્ટર જોની લીવરે કરણ અર્જુનના સેટ પરથી એક ચોંકાવનારી સ્ટોરી કહી. તેને કહ્યું કે સલમાન ખાને સેટ પર શાહરૂખ ખાન પર ગોળીબાર કર્યો હતો.

કરણ-અર્જુનના સેટ પર સલમાન ખાન શાહરૂખ ખાનને ચીડવતો

તાજેતરમાં જ મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં, જોની લીવરે કરણ અર્જુનના સેટ પરથી બનેલી એક ઘટનાનો ખુલાસો કર્યો. તેને કહ્યું કે સલમાન ખાને શાહરૂખ ખાન પર ગોળીબાર કરવા માટે બંદૂક કાઢી હતી, જેના કારણે તેની આસપાસ હાજર બધા લોકો ચોંકી ગયા હતા. આખી ઘટના વર્ણવતા જોની લીવરે કહ્યું કે "અમે જયપુરમાં કરણ અર્જુનનું શૂટિંગ કરી રહ્યા હતા અને સાંજે શૂટિંગ પછી, અમે પાર્ટી કરતા. અમે દારૂ પીતા, નાચતા અને મજા કરતા. સલમાન સેટ પર શાહરૂખને ચીડવતો. તે તેને સ્ટાર કહેતો અને તેના ડાન્સની મજાક ઉડાવતો. અમે બધા ચિંતામાં હતા કે જો આ ગંભીર બની ગયું તો શાહરૂખ ગુસ્સે થશે."

સલમાને શાહરુખ પર કર્યો ગોળીબાર

જોની લીવરે જણાવ્યું કે આવી જ એક પાર્ટીમાં તેને સલમાન ખાન અને શાહરૂખ ખાનને એકબીજા સાથે દલીલ કરતા સાંભળ્યા. જોની લીવરે કહ્યું કે "અચાનક સલમાને બંદૂક કાઢી અને અમે બધાએ ગોળીબારનો અવાજ સાંભળ્યો અને પછી અમે શાહરૂખને જમીન પર પડતા જોયો."

તેને આગળ કહ્યું કે "શાહરુખ બેહોશ થઈ ગયો. અમે બધા ચોંકી ગયા. હની ઈરાનીને હાર્ટ એટેક આવવાનો હતો. પણ તે મજાક કરી રહ્યો હતો. શું મજાક હતી. પછી શાહરુખ ઉભો થયો અને બંને હસવા લાગ્યા."

સલમાને પણ કહી આ સ્ટોરી

સલમાન ખાને પોતે એકવાર આપ કી અદાલતમાં આ ખાસ મજાક યાદ કરી હતી અને ખુલાસો કર્યો હતો કે તેને પ્રોપ ડિપાર્ટમેન્ટમાંથી નકલી બંદૂક ખરીદી હતી. તેને કહ્યું હતું કે, "મેં શાહરૂખને કહ્યું હતું કે, હું તને ડાન્સ માટે બોલાવીશ, તું ના પાડશે, અને પછી આપણે ઝપાઝપી કરીશું, અને અહીં એક ખાલી બંદૂક છે. હું તારા પર ગોળીબાર કરીશ અને તું પડી જઈશ. મારો ભાઈ સોહેલ ત્યાં હતો. મેં શાહરૂખનો હાથ ખેંચ્યો, અને તેને તેનો હાથ છીનવી લીધો. તેને મને ધક્કો માર્યો, અને મેં પણ તેને ધક્કો માર્યો, ઝપાઝપી થઈ, મેં બંદૂક કાઢી અને તેના પર ગોળી ચલાવી. શાહરૂખે એક્ટિંગ કરી અને નીચે પડી ગયો."


  • Follow us on: