કેટરિના કૈફ આધ્યાત્મિક બનવા લાગી છે. તાજેતરમાં એક્ટ્રેસે તેની સાસુ સાથે શિરડી સાંઈ બાબા મંદિરની મુલાકાત લીધી હતી. આ પછી, તે તેની સાસુ વીણા કૌશલ સાથે પવિત્ર ડૂબકી લગાવવા માટે મહાકુંભમાં પણ પહોંચી.


હાલમાં એક્ટ્રેસે કર્ણાટકના કુક્કે શ્રી સુબ્રમણ્યમ મંદિરમાં ભક્તિમાં ડૂબેલી જોવા મળી. દક્ષિણ કર્ણાટકમાં આવેલું આ મંદિર 'સર્પ સંસ્કાર' માટે પ્રખ્યાત છે. હવે કેટરિના કૈફ પણ કુક્કે શ્રી સુબ્રમણ્યમ મંદિરમાં બે દિવસીય સર્પ સંસ્કાર પૂજામાં ભાગ લેતી જોવા મળી હતી. આ પૂજા મંગળવારે શરૂ થઈ હતી અને બુધવારે સમાપ્ત થઈ હતી. એક્ટ્રેસ તેના કેટલાક મિત્રો સાથે અહીં પહોંચી હતી, જ્યાં તે પૂજા કરતી જોવા મળી હતી.

કેટરિનાએ સર્પ સંસ્કાર વિધિમાં લીધો ભાગ

બોલીવુડ એક્ટ્રેસ કેટરિના કૈફ તેના કેટલાક મિત્રો સાથે મંદિર પહોંચી અને સર્પ સંસ્કાર પૂજા કરી. આ પૂજા સામાન્ય રીતે પૂર્વજો દ્વારા સર્પ અથવા સર્પ દેવતાના વધના પ્રાયશ્ચિત રૂપે કરવામાં આવે છે. આ પૂજા બે તબક્કામાં કરવામાં આવે છે અને લગભગ ચાર થી પાંચ કલાક ચાલે છે. મંગળવાર અને બુધવારે દરરોજ ચારથી પાંચ કલાક આ ખાસ પૂજામાં કેટરીના ભાગ લેતી હતી. તે મંદિરના VIP ગેસ્ટ હાઉસમાં રોકાઈ હતી. બપોરે મંદિરમાં આયોજિત ધાર્મિક વિધિમાં હાજરી આપ્યા પછી, જ્યારે કેટરિના મંદિર પરિસરમાંથી બહાર આવી, ત્યારે તેણે પોતાની ઓળખ છુપાવવા માટે દુપટ્ટાથી પોતાનો ચહેરો ઢાંકી દીધો.


શું છે સર્પ સંસ્કાર?

આ વિધિ સર્પ દોષ, કાલસર્પ દોષ અને નાગ દોષથી મુક્તિ મેળવવા માટે કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિના પૂર્વજોએ અજાણતાં અથવા જાણી જોઈને નાગ દેવતાને મારી નાખ્યા હોય અથવા નુકસાન પહોંચાડ્યું હોય, તો તેના પ્રભાવથી મુક્તિ મેળવવા માટે આ ખાસ વિધિ કરવામાં આવે છે. આમ કરવાથી મિલકત, સ્વાસ્થ્ય અને કારકિર્દી સંબંધિત અવરોધો પણ દૂર થાય છે. આ સિવાય આ વિધિ કરવાથી પૂર્વજોના આત્માઓને પણ શાંતિ મળે છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જે જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે.

શિરડીમાં કેટરિના અને પછી મહાકુંભમાં જોવા એક્ટ્રેસ

જ્યારે વિક્કી કૌશલ 'છાવા'ના પ્રમોશનમાં વ્યસ્ત હતો, ત્યારે કેટરીના તેની સાસુ વીણા કૌશલ સાથે વિવિધ ધાર્મિક સ્થળોએ જોવા મળી હતી. સૌપ્રથમ, કેટરિના તેની સાસુ વીણા કૌશલ સાથે શિરડીમાં સાંઈ બાબાના દરબારમાં ભક્તિમાં ડૂબેલી જોવા મળી હતી, ત્યારબાદ તે પ્રયાગરાજ પણ પહોંચી હતી, જ્યાં તેણે મહાકુંભ દરમિયાન ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું હતું. તેના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા હતા. અહીં તે પરમાર્થ નિકેતન આશ્રમના પ્રમુખ સ્વામી ચિદાનંદ સરસ્વતી અને સાધ્વી ભગવતી સરસ્વતી સાથે વાત કરતી પણ જોવા મળી હતી.


  • Follow us on: