• અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના સંબંધોમાં તિરાડના સમાચારો સામે આવી રહ્યા છે
  • કપલના અલગ થવાના સમાચારે જોર પકડ્યું છે
  • અભિષેક અને ઐશ્વર્યા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં અલગ અલગ આવ્યા હતા

બોલિવુડ એક્ટર અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયની જોડી ફેન્સમાં ખૂબ ચર્ચામાં છે. ફેન્સ તેમને પાવર કપલ તરીકે જુએ છે. બંનેની જોડીને સ્ક્રીન પર પણ ખૂબ પસંદ કરવામાં આવી છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેમના સંબંધોમાં તિરાડના સમાચારો સામે આવી રહ્યા છે. તેમના અલગ થવાના સમાચારે વેગ પકડ્યો જ્યારે અભિષેક અને ઐશ્વર્યા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં અલગ અલગ પહોંચ્યા.

અભિષેક બચ્ચનનો વીડિયો થયો વાયરલ

અંબાણીના લગ્ન સેરેમનીમાં અભિષેક તેના સમગ્ર પરિવાર સાથે પહોંચ્યો હતો, જ્યારે ઐશ્વર્યા તેની પુત્રી આરાધ્યા સાથે પહોંચી હતી. આવામાં સોશિયલ મીડિયા પર તેમના સંબંધોની ચર્ચા ફરી શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન હવે અભિષેક બચ્ચનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અભિનેતા ઐશ્વર્યા સાથે તેના છૂટાછેડા વિશે વાત કરતો જોવા મળી રહ્યો છે.

અભિષેકે કહી આ વાત

અભિષેક બચ્ચનનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે ડીપફેક હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વીડિયો એઆઈ ટૂલ્સની મદદથી બનાવવામાં આવ્યો છે. આ વીડિયોમાં અભિષેકના અવાજથી સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ ફેક વીડિયો છે, કારણ કે તેનો અવાજ સિંક થઈ રહ્યો છે. આ દરમિયાન તે કહેતો જોવા મળે છે કે ઐશ્વર્યા અને મેં આ જુલાઈમાં છૂટાછેડા લેવાનું નક્કી કર્યું છે. અમે આરાધ્યાના માટે આ નિર્ણય લીધો છે. આ વીડિયોની નીચે ઉર્દૂમાં પણ કંઈક લખેલું છે.

https://www.instagram.com/p/C-fPnSiIUeb/?utm_source=ig_embed&ig_rid=f253e9aa-9108-4cda-84bd-5f1c7b27c090 

વીડિયો જોયા બાદ યુઝર્સ થયા ગુસ્સે

અભિષેક બચ્ચનનો આ વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આને જોયા બાદ ઘણા યુઝર્સનો ગુસ્સો આસમાને છે. લોકો આવા વર્તનની નિંદા કરી રહ્યા છે. તેઓ આ વીડિયોને લઈને કાર્યવાહી કરવાની પણ માંગ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે 'આ અવાજથી જ સ્પષ્ટ છે કે આ ફેક છે.' આ સિવાય અન્ય એક યુઝર કહે છે કે 'આ ખૂબ જ ખોટી સિસ્ટમ આજકાલ ચાલી રહી છે. ખોટા ચહેરા અને ખોટા અવાજનો ઉપયોગ કરો. આવી બીજી ઘણી બધી કોમેન્ટ્સ આ વીડિયો પર આવી રહી છે.

Disclaimer: આ વીડિયો અને માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી જાણકારી આધારિત છે. સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતી નથી. 

  • Follow us on: