ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન વિશે ઘણા વર્ષોથી અણબનાવના સમાચારો સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમના લગ્નજીવનમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે બંને છૂટાછેડા લેવાના છે. આ અફવાઓને તાજેતરમાં વધુ વેગ મળ્યો જ્યારે અભિષેક બચ્ચન આરાધ્યાના જન્મદિવસ પર જોવા મળ્યો ન હતો.
આરાધ્યાની બર્થડે પાર્ટીમાં જોવા મળ્યો અભિષેક
એક અઠવાડિયા પહેલા ઐશ્વર્યાએ તેની પુત્રીના જન્મદિવસ પર ઘણી બધી તસવીરો પોસ્ટ કરી હતી. બાળપણથી લઈને અત્યાર સુધી આરાધ્યાના ઘણા ફોટા તેમાં જોવા મળ્યા હતા. છેલ્લો ફોટો આરાધ્યાના જન્મદિવસની પાર્ટીનો હતો, જેમાં માત્ર માતા અને પુત્રી જ જોવા મળી રહ્યા હતા અને તસવીરમાં અભિષેક જોવા મળ્યો ન હતો, તેથી લોકોની શંકા વધુ ઘેરી બની હતી કે સંબંધ તૂટ્યા પછી, એક્ટ્રેસ અને પુત્રી પણ અભિષેક સાથે રહેતા નથી.
આરાધ્યાના જન્મદિવસે અભિષેક ક્યાં હતો?
આરાધ્યા બચ્ચનના જન્મદિવસનું સત્ય સામે આવ્યું છે. તે દિવસે અભિષેક ક્યાં હતો તે હવે જાહેર થયું છે. આ સાથે જ ઐશ્વર્યા અને અભિષેક વચ્ચેના સંબંધો અંગેની તમામ મૂંઝવણો પણ દૂર થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, અત્યાર સુધી આ કપલ કે બચ્ચન પરિવારના કોઈ સભ્યએ પોતાનું મૌન તોડ્યું નથી, પરંતુ ઈન્ટરનેટ પર એક વીડિયો સામે આવ્યો છે જેણે દરેકની સામે સત્ય જાહેર કર્યું છે.
https://www.instagram.com/reel/DDBho7NoXt5/?utm_source=ig_embed&ig_rid=0b0ef8ab-e253-4644-a96b-8309b6655221
પ્લે ટાઈમ ઈન્ડિયા નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી 2 વીડિયો શેર કરવામાં આવ્યા છે. એક વીડિયોમાં જ્યાં ઐશ્વર્યા તેની પુત્રી સાથે જોવા મળી રહી છે અને આરાધ્યાના જન્મદિવસને ખાસ બનાવવા માટે ઈવેન્ટ પ્લાનરનો આભાર માની રહી છે. તો હવે આ જ પાર્ટીમાંથી અભિષેકનો વીડિયો પણ વાયરલ થયો છે.
અભિષેક તેની પત્ની કે પુત્રી સાથે ન મળ્યો જોવા
વીડિયોમાં અભિષેક બચ્ચન તેની પત્ની કે પુત્રી સાથે જોવા મળ્યો ન હતો, પરંતુ તે આ પાર્ટીમાં હતો તે ચોક્કસથી કન્ફર્મ છે. વીડિયોમાં તે આરાધ્યાના 13માં જન્મદિવસને ખાસ બનાવવા માટે ઈવેન્ટ પ્લાનર્સનો પણ આભાર માની રહ્યો છે. હવે અભિષેકનો આ વીડિયો જોયા બાદ કેટલાક ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે.