• ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના છૂટાછેડાના સમાચાર સતત સામે આવ્યા
  • જેવલિન ફેંકતા નીરજ ચોપરાને એક્શનમાં જોવું સન્માનની વાત છે: અભિષેક
  • અમે લગભગ 18 વર્ષોથી સાથે કામ કર્યું છે અને તેમનું ધ્યાન હંમેશા મને આશ્ચર્યચકિત કરે છે

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના છૂટાછેડા થશે એવી અફવાએ સોશિયલ મીડિયા પર વિવાદ ઉભો કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે કપલ અલગ થઈ ગયું છે. બસ માત્ર ફેન્સ સામે જ જાહેરાત કરવાની બાકી છે. ઐશ્વર્યા તેની માતાના ઘરે શિફ્ટ થઈ ગઈ છે. તે પોતાની પુત્રી સાથે ઘણા સમયથી એકલી જોવા મળે છે.

બચ્ચન પરિવારના ઘરકંકાસ વચ્ચે હવે કરવા ચોથથી લઈને જન્મદિવસની શુભેચ્છાઓ સુધી યુગલો એકબીજા માટે કોઈ પોસ્ટ શેર કરતા નથી. ઐશ્વર્યા દીકરી આરાધ્યા સાથે એકલી પેરિસ ગઈ હતી તેના પરત ફર્યા બાદ અભિષેક પેરિસ પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં અભિનેતાએ ત્યાંથી એક વીડિયો પણ શેર કર્યો છે. આ જોઈને ચાહકો પણ અનેક અટકળો લગાવી રહ્યા છે.

અભિષેક બચ્ચન-ઐશ્વર્યા રાય સાથે અણબનાવ

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વચ્ચે છૂટાછેડાના સમાચાર સતત સામે આવી રહ્યા છે.અભિષેક બચ્ચન જે પણ પોસ્ટ કરે છે તે વાયરલ થાય છે. હવે અભિષેક બચ્ચને એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો પેરિસ ઓલિમ્પિકનો છે. આવી સ્થિતિમાં, ઘણા લોકો અભિષેક બચ્ચનના વખાણ કરી રહ્યા છે અને ઘણા તેને ઐશ્વર્યા સાથે છૂટાછેડાના સમાચારને લઈને ટ્રોલ કરી રહ્યા છે.

વીડિયો શેર કરવાની સાથે તેણે કેપ્શન પણ આપ્યું છે કે, જેવલિન ફેંકતા નીરજ ચોપરાને એક્શનમાં જોવું સન્માનની વાત છે. અમને આ તક આપવા બદલ ઓમેગાનો વિશેષ આભાર. અમે લગભગ 18 વર્ષોથી સાથે કામ કર્યું છે અને વિગતવાર અને સમયની સંભાળ રાખવા પર તેમનું ધ્યાન હંમેશા મને આશ્ચર્યચકિત કરે છે. સ્ટેડિયમમાં આપણા પ્રિય તિરંગાને જોવો એ ખૂબ જ ગર્વની ક્ષણ હતી!!!. અભિષેક બચ્ચને પણ વીડિયો દ્વારા પોતાના પેરિસ ઓલિમ્પિકની ઝલક બતાવી હતી.

લોકોએ આપી મિશ્રપ્રતિક્રિયા

એક યુઝરે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, 'તમે ઘણા ખુશ છો, ઐશ્વર્યા અને આરાધ્યા ત્યાં એકલા છે.' બીજાએ લખ્યું હતું કે, 'નીરજ ચોપરાને રમતા જોવું ખરેખર સન્માનની વાત છે.' ત્રીજા યુઝરે લખ્યું હતું કે, તમારે અને ઐશ્વર્યાએ છૂટાછેડા ન લેવા જોઈએ. ચોથા યુઝરે લખ્યું હતું કે, 'તમે પણ ઐશ્વર્યા અને આરાધ્યા સાથે પેરિસ કેમ ન ગયા?' તેવી જ રીતે સોશિયલ મીડિયા પર પણ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે. આ કપલના મિત્રો નથી ઈચ્છતા કે બંને ક્યારેય અલગ થાય.


  • Follow us on: