• રેડ ચીલી એન્ટરટેનમેન્ટ ફરી એકવાર ચર્ચામાં

  • રેડ ચીલી એન્ટરટેનમેન્ટના નામે લોકો છેતરપિંડી કરે છે
  • શાહરૂખ ખાન અને ગૌરી ખાને ચેતવણી આપી

સુપરસ્ટાર શાહરુખ ખાન અને ગૌરી ખાનની પ્રોડક્શન કંપની રેડ ચીલી એન્ટરટેનમેન્ટ હમેશા ચર્ચામાં રહેતી હોય છે. શાહરુખ ખાન અને ગૌરી ખાને આ પ્રોડક્શન હાઉસ દ્વારા ઘણી ફિલ્મો બનાવવામાં આવી છે અને થિયેટરમાં પણ રજૂ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી રેડ ચીલી એન્ટરટેનમેન્ટના નામે કેટલાક લોકો છેતરપિંડી કરી રહ્યા હતા. હવે શાહરૂખ ખાન અને ગૌરી ખાને આ બાબતે છેતરપિંડી કરનારા લોકોને ચેતવણી આપી છે.

ઇન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા એક નોટિશ શેર કરી

રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટ પ્રોડક્શન હાઉસે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા એક નોટિશ શેર કરી છે જેણે દરેકનું ધ્યાન ખેંચ્યું. છેતરપિંડી કરનારાઓને શેર કરેલી પોસ્ટ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી. આ નિવેદન દ્વારા, વિવિધ પ્લેટફોર્મ પર ચાલતી નકલી જોબ ઑફર્સ વિશે વાત કરવામાં આવી છે. આ ઑફરો પ્રોડક્શન હાઉસ સાથે સંબંધિત હોવાનો દાવો કરે છે અને ઘણા લોકો જોબ ઑફર્સને સાચી માનીને તેનો શિકાર બની રહ્યા છે.

રેડ ચીલી એન્ટરટેનમેન્ટનું નિવેદન 

શાહરૂખ ખાનનું પ્રોડક્શન હાઉસ દ્વારા જણાવવામાં આવ્યું કે, "અમે સ્પષ્ટપણે જણાવવા માંગીએ છીએ કે રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ વોટ્સએપ અથવા અન્ય કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા વાતચીત કરતું નથી અને જોબ પોલિસી અથવા રોજગાર ઓફર અથવા કોઈપણ પ્રકારની ઑફર કરતું નથી." આ પોસ્ટમાં એવું પણ લખવામાં આવ્યું છે કે વાસ્તવિક તકો ફક્ત સત્તાવાર સાઇટ્સ અને પ્રોડક્શન હાઉસની ચેનલો દ્વારા જ શેર કરવામાં આવે છે.

ઇટાલીના શાહરૂખ ખાનની તસવીરો વાયરલ

મહત્વનું કહી શકાય કે, તાજેતરમાં જ શાહરૂખ ખાને ઈટલીમાં અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગમાં તેના સમગ્ર પરિવાર સાથે હાજરી આપી હતી. જોકે તેનો આખો પરિવાર મુંબઈ પરત ફર્યો છે. ઇટાલીના શાહરૂખ ખાનની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

  • Follow us on: