- હિંદી ફિલ્મ 'પ્રોફેસર કી પડોશન' સંજીવ કુમારના મોત પછી પૂર્ણ કરીને રિલીઝ કરાઈ
- સંજીવ કુમારનું 6 નવેમ્બર 1985ના રોજ હાર્ટ એટેકના કારણે અવસાન થયું
- સંજીવ કુમારનું પ્રોફેસર કી પડોશનનું 75 ટકા શૂટિંગ કરી લીધા બાદ નિધન થઈ ગયું
બોલિવૂડના વીતેલા જમાનાના અભિનેતા સંજીવ કુમારની ફિલ્મો, ડાયલોગ્સ, ગીતો હજી લોક જીભે છે. ત્યારે અમે પ્રખ્યાત અભિનેતા સંજીવ કુમારની એક ફિલ્મ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તેમના મૃત્યુ પછી પૂર્ણ થઈ અને રિલીઝ થઈ. જો કે સંજીવ કુમારની લગભગ 10 ફિલ્મો તેમના મૃત્યુ પછી રિલીઝ થઈ હતી, પરંતુ અમે તમને જે ફિલ્મ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તે એક બાબતમાં બિલકુલ અલગ હતી. વાસ્તવમાં સંજીવ કુમાર જીવિત ન હોવા છતાં પણ આ ફિલ્મનો એક ભાગ હતા. ડિરેક્ટરે તેઓને આખી ફિલ્મ દરમિયાન અદૃશ્ય રાખ્યા અને તેનો અવાજ ડબ કરાવ્યો હતો.
સંજીવ કુમારનું 6 નવેમ્બર 1985ના રોજ હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતું. ત્યારે તે માત્ર 47 વર્ષનો હતો. સંજીવ કુમારે પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી. તેઓ 70-80ના દાયકાના ટોચના સ્ટાર્સમાં સામેલ હતા, જેમની પાસે ફિલ્મોની ઘણી ઑફર્સ હતી. 1985માં જ્યારે સંજીવ કુમારનું અવસાન થયું, ત્યારે તેમની લગભગ 10 ફિલ્મો અધૂરી રહી ગઈ, જે પછી રિલીઝ થઈ. સંજીવ કુમારે આમાંથી કેટલીક ફિલ્મો પૂરી કરી હતી, જ્યારે કેટલીકનું શૂટિંગ અધવચ્ચે જ બાકી હતું. આવી જ એક ફિલ્મ 'પ્રોફેસર કી પડોસન' હતી, જે સંજીવ કુમારના મૃત્યુના 8 વર્ષ પછી 1993માં રિલીઝ થઈ હતી.













