- વર્ષ-1993માં આવેલી ડર ફિલ્મને આજે 30 વર્ષ થયા
- ડર ફિલ્મને શાહરૂખના જીવનમાં મોટો વળાંક ગણાય છે
- જુહી ચાવલા પોતાના સૌંદર્યને લઈ તે સમયે નેશનલ ક્રશ બની ગઈ હતી
બોલિવૂડની ચર્ચાસ્પદ ફિલ્મ 'ડર'ને આજે 30 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. અભિનેત્રી જુહી ચાવલા, સની દેઓલ અને શાહરૂખ ખાન આ ફિલ્મમાં જોવા મળ્યા હતા. જુહી ચાવલા કિરણ નામની યુવતીનો રોલ કર્યો હતો. જે બાદ જુહી નેશનલ ક્રશ બની ગઈ હતી. 'ડર' ફિલ્મને જુહી ચાવલા પોતાના કરિયરની મહત્ત્વપૂર્ણ ફિલ્મોમાંની એક માને છે. જુહીએ 'ડર' ફિલ્મ વિશે ઘણીબધી વાતો કરી હતી. 'ડર' ફિલ્મ મારાં કરિયરની મુખ્ય ફિલ્મોમાંની એક છે. 'ડર' અગાઉ યશ ચોપડાએ જુહી ચાવલાને ચાંદનીમાં કામ આપ્યું હતું. જો કે 'ચાંદની' ફિલ્મમાં તેની ભૂમિકા સાવ નાની હતી. તે સમયે જુહી ચાવલા ફિલ્મ લાઈનમાં નવી હતી. છતાં વિનોદ ખન્ના સાથે ગૅસ્ટ રોલ કરી દર્શકોનાં દિલ જીતી લીધા હતા. જુહી ચાવલાએ ચાંદની ફિલ્મમાં પ્રથમવાર કેમેરાનો સામનો કર્યાની કબૂલાત કરી હતી. જુહી ચાવલાને યશ ચોપડાએ ડર ફિલ્મની સ્ક્રીપ્ટ વિષે સમજાવ્યું. જુહીએ આગળ જણાવ્યું કે તે આ ઈન્ડસ્ટ્રીઝમાં એક નવીસવી હતી અને તે હજી તો ઘણું શીખી રહી છે.
નિખાલસ કબૂલાત
જુહી ચાવલા 'ડર' ફિલ્મ વિશે વધુ વાત કરતા જણાવ્યું કે, એ સમય દરમિયાન કામ ખૂબ રહેતું. ડાયરેક્ટર અને પ્રોડયુસર શૂટિંગ પર જતા પહેલા પોતાની સ્ક્રીપ્ટ પૂરી લખી લેતા હતા. યશજીની સાથે મેં ઘણી ફિલ્મો કરી છે. 'આઈના' હોય કે 'ડર'. યશ ચોપડા મને આખી સ્ક્રીપ્ટ સંભળાવતા હતા. મારી પાસે યશજી સાથે કામ કરવાની અદભુત યાદગીરી છે. એ સમયગાળામાં હું યશજીથી ખૂબ પ્રભાવિત હતી. યશજીની નાયિકા બનવું અને એમના ડાયરેક્શનમાં કામ કરવું મારી માટે ખૂબ મોટી ક્ષણ હતી. હું સીલસીલા અને અન્ય ફિલ્મો જોઈને મોટી થઈ છું. પરંતુ મેં કદી એવું નહોતું વિચાર્યું કે હું કેમેરાની સામે રહીશ અને મહાન યશ ચોપડા મને ડાયરેકશન આપતા હશે.
તો વળી આગળ જુહી ચાવલાએ ડર ફિલ્મના શૂટિંગ સમયની વાતો પણ વાગોળી હતી. શાહરૂખ ખાન ડર ફિલ્મમાં એન્ટિ હીરોની ભૂમિકા કરશે એ જાણીને મને રોમાંચ થયો. કારણ કે, અગાઉની ફિલ્મમાં આમિર ખાન સાથે મેં કામ કર્યું હતું. જો કે ડરના ડાયરેકટર યશ ચોપડા હીરોને લઈ આમિર ખાન, સુનિલ શેટ્ટી, અજય દેવગણ પાસે પણ ગયા હતા. આખરે શાહરૂખે આ ફિલ્મમાં આવવાની કહેતા આ ફિલ્મ ખાસ બની હોવાનું જુહીએ સ્વીકાર્યું. જુહી ચાવલા વધુમાં જણાવતા કહ્યું કે એ સમયે હું મોટી આંખો ધરાવતી યુવતી હતી. મને નહોતી ખબર કે વાસ્તવમાં હું ક્યાં જઈ રહી છું. બાદમાં શાહરુખ સાથે રાજુ બન ગયા જેંટલમેન અને અન્ય ફિલ્મો કર્યા બાદ મને શાહરૂખ સાથે ફિલ્મો કરવાનું ફાવી ગયું હતું. જો કે 'ડર' ફિલ્મની સફળતાએ જુહી અને શાહરૂખની પ્રસિદ્ધિ રાતોરાત વધારી દીધી હતી. અને શાહરૂખ ખાનને પછી હિંદી ફિલ્મોની લાઈનો લાગી હતી.