- કેદારનાથ ધામથી રામેશ્વરમની યાત્રા પૂર્ણ કરી
- રવીના ટંડને દીકરી સાથે તીર્થયાત્રાનો લ્હાવો લીધો
- મા-દીકરીએ સાથે 12 જ્યોર્તિલિંગની યાત્રા કરી
બોલિવૂડની મસ્ત-મસ્ત ગર્લ રવીના ટંડન 90ના દાયકામાં ખૂબ જાણીતી હતી. મોહરા, દિલવાલે, અંદાજ અપના અપના, પત્થર કે ફૂલ સહિતની અનેક ફિલ્મોમાં રવીના ટંડને અભિનય કરી દર્શકોનું દિલ જીતું લીધું હતું. વર્ષો સુધી પોતાની સુંદરતાથી લોકોનાં દિલમાં રહેતી રવીના ટંડન હાલના દિવસોમાં શિવભક્તિમાં ડૂબેલી નજરે પડી રહી છે. તાજેતરમાં રવીના ટંડને પોતાની દીકરી રાશા સાથે 12 જ્યોર્તિલિંગની યાત્રા પૂર્ણ કરી હતી. જેની તમામ જાણકારી અભિનેત્રીએ જાતે સોશિયલ મીડિયામાં આપી હતી.
https://www.instagram.com/p/C1J09uHxmbw/?utm_source=ig_web_copy_link
રવીનાએ રાશા સાથે યાત્રા પૂર્ણ કરી
રવીના ટંડને પોતાના ઈન્સ્ટાગ્રામ હેંડલ પર 12 જ્યોર્તિલિંગની યાત્રા પૂર્ણ કરી તેના ફોટાની એક સિરીઝ શેર્સ કરી છે. રવીનાએ પુત્રી રાશા સાથે કેદારનાથ ધામથી યાત્રા શરૂ કરી જે રામેશ્વર મંદિરમાં પૂર્ણ થઈ હતી. ફોટોઝમાં રવીના અને રાશા કેઝ્યુઅલ આઉટફીટમાં પોઝ આપેલો જોઈએ શકાય છે. રામેશ્વરમ્ મંદિરમાં મા-દીકરીએ દર્શન કર્યા બાદ દરિયા કિનારએ થોડો સમય પસાર કર્યો હતો. આ ફોટોઝમાં રવીનાએ જાતે જ એક કેપ્શન લખ્યું છે. જેમાં કેદારનાથથી રામેશ્વરમ્ સુધી 12 પવિત્ર જ્યોર્તિલિંગની પૂર્ણ કરવાની અમારી શોધ..દરેક ચીજ માટે ધન્યવાદ શિવ..હર હર મહાદેવ.. લખ્યું હતું.
રવીના ટંડન અભિનેત્રી તરીકે મોટું નામ
મહત્ત્વનું છે કે, રવીના ટંડન ભારતીય સિનેમાનું એક એવું નામ છે જેને 90ના દાયકામાં પોતાની એક્ટિંગ અને ગ્લેમરનો જાદૂ સિનેમા જગતમાં પાથર્યો હતો. રવીના ટંડને મોટા પડદાથી લઈ નાના પડદા સુધી પોતાના અભિનયનું કૌવત દર્શાવ્યું હતું. રવીના ટંડન માત્ર 17 વર્ષની ઉંમરથી બોલિવૂડમાં ડૅબ્યૂ કરી ફરી પાછા વળીને નથી જોયું. વર્ષ-1991માં કૉલેજ કાળમાં આવેલી પત્થર કે ફૂલમાં રવીનાએ સલમાન ખાન સાથે પોતાની ફિલ્મી કારકિર્દી શરૂ કરી હતી. આ ફિલ્મમાં બંનેની જોડી ખૂબ હિટ રહી હતી. બાદમાં રવીનાએ એકપછી એક સુપરહિટ ફિલ્મો કરી હતી. આ સિવાય રવીનાએ અક્ષય કુમાર, ગોવિંદા અને અન્ય અભિનેતાઓ સાથે ફિલ્મો કરી હતી. હવે તે ઓટીટી પર પણ જોવા મળી રહી છે.