• શિલ્પા શેટ્ટીએ પરિવાર સાથે ઉદયપુરમાં રજા ગાળી
  • બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ ફોટા અને વીડિયો પોસ્ટ કર્યો
  • ઉદયપુરમાં જંગલ સફારી, બોટિંગની મજા પણ માણી

રાજસ્થાનના 'તળાવોની નગરી'થી જાણીતા એવા ઉદયપુરમાં બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી પરિવાર સાથે પહોંચી હતી. ઉદયપુર સિટી તેના ઐતિહાસિક વારસા અને સુંદરતા માટે વિશ્વપ્રસિદ્ધ છે. તો વળી ઉદયપુરમાં સતત સેલિબ્રિટીઝના મેરેજ હોય કે ઈન્ટરનેશનલ કોન્ફરન્સ અહીં સતત યોજાતા હોય છે. આ ઉપરાંત અહીં દેશ-વિદેશથી હજારો સહેલાણીઓ ફરવા આવતા હોય છે. તાજેતરમાં અભિનેત્રી બિપાશા બાસુએ પણ ઉદયપુરની મુલાકાત લીધી હતી.

https://www.instagram.com/p/C1ECAn4y8VZ/


શિલ્પા શેટ્ટી ઉદયપુરની ટ્રિપ પર 

અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પોતાના પતિ રાજ કુંદ્રા અને બે સંતાનો સાથે ઉદયપુરની નજીક એક રિસોર્ટમાં રોકાણ કર્યું હતું. જે અંગે શિલ્પાએ સોશિયલ મીડિયામાં ફોટો અને વીડિયો પણ શેર કર્યો હતો. શિલ્પા એના પરિવાર સાથે મુંબઈથી હોલિ-ડે એન્જોય કરવા ઉદયપુર આવી હતી. શિલ્પા શેટ્ટી બાળકો સાથે જંગલ સફારીની મજા માણી હતી. જ્યારે શિલ્પાના પતિ રાજ કુંદ્રા એઆદિનાથ પાર્શ્વનાથ મંદિરમાં દર્શન કર્યા હતા. શિલ્પા શેટ્ટી બર્ડ વોચિંગ બાદ તળાવમાં બોટિંગ કર્યું હતું. જયપુરના તળાવનું કુદરતી સૌંદર્ય નિહાળી શિલ્પા ખુશ જણાઈ રહી હતી. બાદમાં શિલ્પાએ પરિવાર સાથે રાજસ્થાની થાળીનો આનંદ માણ્યો હતો. 



  • Follow us on: