• કોહલીના ઘરે બીજીવાર પારણું બંધાય તેવી શક્યતા
  • વિરાટ કોહલી સાઉથ આફ્રિકાથી ફેમિલી ઈમરજન્સી કહીં ઘરે આવ્યો
  • અનુષ્કા શર્મા બીજીવાર મમ્મી બનશે તેવી ચર્ચા

ઘણાં લાંબા સમયથી બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માની બીજી પ્રેગન્નસીની ખબરો સામે આવી રહી છે. અનુષ્કા શર્મા વર્લ્ડ કપ-2023 દરમિયાન ઘણીવાર પતિની સાથે તો ક્યારેક સ્ટેડિયમમાં બેસી તેના જુસ્સાને વધારતો જોવા મળી હતી. આ ઉપરાંત ઢીલા કપડામાં અનુષ્કા શર્મા બેબી બમ્પને સંતાડતી જોવા મળી હતી. છતાં અત્યાર સુધી અનુષ્કા-વિરાટે પ્રેગન્નસીની ખબરોને પુષ્ટિ નથી કરી. પરંતુ હવે ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટસમેન ફેમિલી ઈમરજન્સીને લઈ અચાનક સાઉથ આફ્રિકાથી ઘરે પરત આવ્યા બાદ અનુષ્કાની ડિલીવરીની ચર્ચા શરૂ થઈ ગઈ છે.

હાલ વિરાટ કોહલી ટીમ ઈન્ડિયાની સાથે પ્રિટોરિયામાં છે. આમ છતાં મેનેજમેન્ટને વિનંતી કરી હતી કે તેના ઘરમાં કેટલીક ઈમરજન્સી છે. જેના લીધે તેને ઘરે જવું પડશે. આનાથી લોકોએ એવો કયાસ લગાવવો શરૂ કર્યું છે કે કોહલીની પત્ની અનુષ્કા શર્માની ડયૂ ડેટ નજીક છે અને ડિલિવરી ને લીધે કોહલી ઘરે પરત આવ્યો છે. વિરાટ કોહલી ગત રોજ પ્રિટોરિયાથી પર ફર્યો છે.

વિરાટ કોહલી આમ અચાનક સાઉથ આફ્રિકાથી પરત ફરતા કેટલાક યૂઝર્સે રિએકશન આપ્યું છે. કેટલાક યૂઝર્સને લાગી રહ્યું છે કે અનુષ્કાની ડિલીવરી ડેટ થોડી પહેલા આવી ગઈ છે. જેથી કોહલીએ અચાનક સાઉથ આફ્રિકાથી પરત આવવું પડયું છે. કેટલાક યૂઝર્સે તો કોહલી અને અનુષ્કા શર્માને અભિનંદન આપવાના પણ શરૂ કરી દીધા હતા. વર્લ્ડ કપ તો ક્યારેક અનુષ્કા શર્માની પ્રેગન્નસીની વાતોને લઈ આ દંપતી આખું વર્ષ ચર્ચામાં રહ્યું હતું.


  • Follow us on: