• કિંગ ખાનની ડંકી ફિલ્મ વર્ષની ત્રીજી ફિલ્મ 
  • રાજકુમાર હિરાણી અને શાહરૂખ ખાન ડંકી ફિલ્મના મજબૂત પાસાં
  • ડંકી ફિલ્મનું કલેક્શન ધીમું પણ મક્કમ 

 

બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનની આ વર્ષની ત્રીજી ફિલ્મ ડંકી ગુરુવારે દેશના થિયેટરમાં રિલીઝ થઈ છે. પઠાન, જવાન જેવી ડંકી બ્લોક બસ્ટર જેવી ફિલ્મ હશે તેવી  જનતા આશા રાખી રહ્યા છે. ડંકી ફિલ્મના ડાયરેક્ટર રાજકુમાર હિરાણી છે જેમને થ્રી-ઈડિયટસ અને સંજુ જેવી હિટ ફિલ્મ બનાવીને બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી દીધી હતી. જેથી સૌની નજર હાલ ડંકી ફિલ્મ પર વધુ છે. ડંકી એક ઈમોશનલ સોશિયલ ડ્રામા છે જેથી એક્શન ફિલ્મોની સરખામણીએ આ કેટેગરીને લગતી ફિલ્મોની કમાણી થોડી ઓછી જ રહેવાની.

પ્રથમ દિવસ માટે ડંકીની એડવાંસ બુકિંગ સોલિડ હતી. પ્રથમ દિવસ માટે બુકિંગથી ફિલ્મના 15 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કરી લીધું હતું. ડંકીની ઓપનિંગનો હવે તમામ ખેલ વર્ડ ઓફ માઉથ પર નક્કી થશે. ગુરુવારે ફિલ્મની શરૂઆતના શોથી આવેલા રિવ્યૂ અને જનતાના રિએક્શન સામે આવ્યા છે. ટૂંકમાં ડંકી ફિલ્મની ઓપનિંગ પણ ધમાકેદાર જ રહી હતી.

શાહરૂખને વર્ષની નાની ઓપનિંગ મળી

ટ્રેડ રિપોર્ટ પ્રમાણે ડંકી ફિલ્મને પ્રથમ દિવસે 30થી 32 કરોડ રૂપિયાની વચ્ચે કલેક્શન મળ્યું છે. ઈમોશનલ ડ્રામાની સાથે લાઈટ મોમેન્ટ ધરાવતી ફિલ્મ હોવી અને અઠવાડિયામાં રિલીઝને લીધે આ આંકડા એટલા મોટા નથી. જેટલા કદાચ શાહરૂખ ખાનની ફિલ્મ માટે હોવા જોઈએ. આ વર્ષે શાહરૂખ ખાનની જવાને 75 કરોડ અને પઠાને 57 કરોડના નેટ કલેક્શન સાથે ભારતીય બોક્સ ઓફિસ પર શરૂઆત કરી હતી. એવામાં ડંકી ફિલ્મની ઓપનિંગ થોડી નાની જરૂર છે પરંતુ ડંકીના પ્રથમ દિવસે શાહરૂખના 30 વર્ષના લાંબા કરિયરની ટોપ ઓપનિંગ બંનેમાંથી એક છે. શાહરૂખની પાછલી બે ફિલ્મો હિંદીની સાથે તમિલ અને તેલુગુમાં પણ રિલીઝ થઈ છે. જેથી તેનું માર્કેટ મોટું હતું. ડંકી એક એવી ફિલ્મ છે જેનું માર્કેટ ખાસ ઉત્તર ભારતમાં છે.

ડંકી ફિલ્મ તોફાની હિટ થશે

હિરાણી અને શાહરૂખના ફ્રેશ કોમ્બો ધરાવચી ડંકીનું ગણિત ખૂબ જ સરળ છે. ફિલ્મનું બજેટ 120 કરોડ રૂપિયા દર્શાવાયું છે. પ્રથમ દિવસે 30 કરોડની રેંજમાં કમાણી કર્યા પછી શુક્રવારે ફિલ્મની કમાણીમાં થોડો ઘટાડો નજર આવ્યો. પરંતુ બીજા દિવસે પણ ફિલ્મનું એડવાંસ બુકિંગ ગ્રોસ નવ કરોડ રૂપિયાથી વધુ છે. એવું અનુમાન છે કે શુક્રવારે ફિલ્મ માટે 25 કરોડ રૂપિયા સુધી નેટ કલેક્શન થઈ શકે છે. શનિવાર-રવિવારે ફિલ્મની કમાણીમાં મોટો ઉછાળો આવશે અને ફર્સ્ટ વિકેંડ પછી ડંકીની નેટ ઈન્ડિયા કલેક્શન આરામથી 110 કરોડની આસપાસ થઈ જશે. જેથી ફિલ્મને હિટ થવામાં જરાપણ વાંધો નહિ આવે.

સરખામણી કરવામાં આવે તે ડંકીનું ઓપનિંગ કલેક્શન શાહરૂખની વર્ષ-2013ની ચેન્નઈ એક્સપ્રેસ જેટલી છે. જેથી પ્રથમ દિવસે 33 કરોડ રૂપિયા કમાયા હતા. આ ફિલ્મે 227 કરોડ રૂપિયાનું ટોટલ નેટ કલેક્શન કર્યું હતું. રાજકુમાર હિરાણીની પાછલી ફિલ્મ સંજુ બંપર હિટ રહી હતી. જેને 342 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. અત્યાર સુધી હિરાણીની દરેક નવી ફિલ્મ બેસ્ટ કલેક્શન અને બેસ્ટ કરતી રહી છે. હવે જોવું એ રહ્યું કે ડંકી રણબીર કપૂર સ્ટારર સંજુની સરખામણી કરી શકે છે કે નહીં

  • Follow us on: