• હિન્દી ફિલ્મ - ડંકી
  • ફિલ્મનો પ્રકાર - કોમેડી, ડ્રામા
  • ડાયરેક્ટર - રાજકુમાર હિરાણી
કલાકાર - શાહરૂખ ખાન, તાપસી પન્નુ, વિકી કૌશલ

ડંકી ફિલ્મના ટ્રેલરમાં વિચાર્યું પણ નહિ હોય કે, ફિલ્મ જોરદાર હશે. શાહરૂખ ખાને જ પોતાના જ આ ડાયલોગમાં સાબિત કરી દીધું છે. રાજકુમાર હિરાણીની અવ્વલ દર્જાના ડાયરેકટર તરીકે આ ફિલ્મ સૌથી વિશેષ છે. બોલિવૂડમાં પણ હજી શાહરૂખ ખાનનો દબદબો યથાવત હોવાનું જરૂરથી સાબિત કરી દીધું છે. તો કમાણીમાં પણ આગામી સમયમાં જરૂરથી મોટા આંકડાઓ પાર કરે તે નવાઈ નહીં

ફિલ્મની સ્ટોરી
પંજાબના એક ગામડામાં રહેતા કેટલાક મિત્રો લંડન જવા માગે છે. તેઓને લાગે છે કે લંડન જતા તેમની ગરીબી દૂર થઈ જશે. એકને પોતાની જૂની ગર્લફ્રેન્ડ લેવા જાવાનું છે. જેનો પતિ તેને મારે છે. તે લંડન જવા IELTS પરીક્ષાની તૈયારી કરે છે. પરંતુ અંગ્રેજી શીખી નથી શકતો. પછી આ ડંકી ફ્લાઈટ એટલે કે ગેરકાયદે લંડન જાય છે. જેને ગુજરાતીમાં કબૂતરબાજી કહેવાય.અને પછી શું થાય છે તે માટે તમારે આ ફિલ્મ જોવી રહી.

કેવી છે ફિલ્મ?
પ્રારંભથી અંત સુધી અફલાતૂન ફિલ્મ છે. આમાં એકપણ એવો સીન એવો નથી જે તમે મિસ કરી શકો. ફિલ્મ તમને જરા પણ કંટાળો નહીં આપે. એક સારા ફ્લોથી ચાલે છે અને તમને હસાવશે તો ક્યારેક રડાવશે પણ ખરી. શાહરૂખ ખાન સમગ્ર ફિલ્મમાં હાવી નથી થતા. જી હા. અન્ય કલાકારોને અભિનયની યોગ્ય તક પણ મળતી રહે છે. આના લીધે ફિલ્મ વધુ દમદાર બની જાય છે. એક-એક કેરેકટર્સથી તમે સંકળાઈ જાઓ છો. એક સુંદર અને ફેમિલી સાથે આરામથી જોવા જેવી આ ફિલ્મ છે. 

 એક્ટિંગ
શાહરુખ ખાને આ ફિલ્મમાં કમાલની એક્ટિંગ કરી છે. બાકી અન્ય કેરેકટર્સને પણ ફિલ્મમાં ઈન્વોલમેન્ટ માટે સારા ચાંસ આપ્યા છે. અહીં એક યંગ શાહરૂખ દેખાય છે અને એક વૃદ્ધ પણ. મેકઅપમાં થોડો સારો વધુ દેખાઈ શકયો હોત પરંતુ ફિલ્મના ફ્લોમાં આ વાત મહત્ત્વની નથી રહેતી. તાપસી પન્નુએ પણ શાનદાર કામ કર્યું છે. શાહરૂખની સાથે તે એકદમ ફિટ બેસતી દેખાય છે. વૃદ્ધ કેરેકટરમાં પણ તાપસી જામે છે. વિક્કી કૌશલે પણ અભિનયનું કૌવત દર્શાવ્યું. વિક્કી નાના રોલમાં પણ મોટી અસર છોડી જાય છે. તેઓ દર્શકોને હસાવી પણ શકે છે અને ચોંધાર આંસુએ રોવડાવી પણ શકે છે. વિક્રમ કોચરે સારી એક્ટિંગ કરી છે. તેઓ ફિલ્મમાં હટકે રહીને લોકોનાં દિલ જીતી લેશે. અનિલ ગ્રોવર પણ ડંકી ફિલ્કમમાં કમાલનું કામ કરી જાય છે. તો વળી બોમન ઈરાની અને હિરાણીની જોડી તો વર્ષોથી બનેલી છે. અહીં પણ બોમન કમાલની ભૂમિકા ભજવતા જોવા મળે છે.

ડાયરેક્શન
ડંકી ફિલ્મ રાજકુમાર હિરાણીની છે એટલે કંઈ કહેવાનું રહેતું નથી. અભિનેતા શાહરૂખ ખાન હિરાણી પર હાવી નથી થઈ શક્યા. આના લીધે આ ફિલ્મ સુપર બની છે. હિરાણીની સ્ટોરી ટેલ્લિંગ ઘણી ઈમોશનલ છે અને તમે એનાથી જોડાઈ જાઓ છો. આ તેમની બેસ્ટ ફિલ્મોમાં જરૂર ગણાશે.
મ્યૂઝિક
પ્રીતમનું સંગીત દિલને સ્પર્શી જાય છે. 'નિકલે થે કભી હમ ઘર સે' જ્યારે પણ આવે છે આંખોમાં અનાયાસ પાણી આવી જાય છે. અમન પંતનું બૅકગ્રાઉન્ડ સ્કોર ખૂબ સારું રહ્યું છે. મૂકેશ છાબડાનું કાસ્ટિંગ કમાલનું છે. આ બધું મળીને ફિલ્મને સારી બનાવે છે. એકંદરે બધું મળીને વર્ષ-2023ની આ સૌથી બૅસ્ટ ફિલ્મ છે.

  • Follow us on: