- મોના સિંહે ઈન્ડસ્ટ્રીઝની કાળી સાઈડ બતાવી
- અભિનેત્રીએ ઈન્ટરવ્યૂમાં કાસ્ટિંગ કાઉચ અંગે ખુલીને કરી વાત
- 'જસ્સી જૈસી કોઈ નહીં ' ફેમ મોના સિંહની કબૂલાત
અભિનેત્રી મોના સિંહને એક ટીવી શો 'જસ્સી જૈસી કોઈ નહીં'થી મોટું નેમ-ફેમ મળ્યું છે. આ શોને મોના સિંહને રાતોરાત ફેમસ કરી દીધી હતી. મોના સિંહ આજે જાણીતું નામ બની ગયું છે. મોના સિંહે મનોરંજન ઈન્ડસ્ટ્રીઝમાં નામ કરવા માટે આકરી મહેનત પણ કરી છે.
છલકાયું કાસ્ટિંગ કાઉચનું દર્દ
એકટ્રેસને પણ ઈન્ડસ્ટ્રીઝમાં કાસ્ટિંગ કાઉચનો અનુભવ કરવો પડયો હતો. એક મુલાકાતમાં જણાવ્યું તેમ તેને એ સ્વીકાર્યું હતું કે કાસ્ટિંગ કાઉચ વેઠવું પડયું છે. આ વાત જસ્સી જૈસી કોઈ નહીં સિરીયલ પહેલાની વાત છે. આ સમયગાળામાં ઑડિશનમાં પૂણેથી મુંબઈ આવન-જાવન હતું. આ દરમિયાન એવા કેટલાક લોકોને મળી જેનાથી મને અનકમ્ફર્ટેબલ કરી મૂકી હતી. આ સમય ખૂબ વિચિત્ર અને ડરમાણો હતો. છતાં મને લાગી રહ્યું હતું કે મારે આમાંથી નીકળવાનું છે.
એક હોટલના રૂમમાં બોલાવી
વધુમાં મોના સિંહે પોતાની વાતચીતમાં જણાવ્યું કે મારો અનુભવ ખૂબ ખરાબ રહ્યો હતો. મને એકાંતમાં જ્ઘયાં બોલાવી હતી ત્યાં ઘણા પુરુષો હતા. મને હોટલના રૂમમાં બોલાવી અને હું ત્યાં ગઈ હતી. તમામ પુરુષો મને એકીટસે નિહાળી રહ્યા હતા. જ્યારે વિરોધ કર્યો. આનાથી મને ખૂબ અનકમ્ફર્ટેમ્બલ લાગ્યું. આ લોકોએ મને કહ્યું કે ઈન્ડટ્રીઝમાં આ ખૂબ નોર્મલ છે.
ઘણા શો પણ મોના સિંહના ખાતામાં
મોનાના વર્ક ફ્રન્ટ પર નજર નાખીએ તો જસ્સી જૈસી કોઈ નહીં પછી શો રાધાની બેટિંયાં, ક્યા હુઆ તેરા વાદા, ઈતના કરો ના મુજે પ્યાર, પ્યાર કો હો જાને દો, કવચ, કાલી શક્તિઓ સે, મોકાએ વારદાત, પુષ્પા ઈમ્પોસિબલ જેવા શો પણ કર્યા છે. આ ઉપરાંત મોના સિંહના ફિલ્મી કરિયરની વાત કરીએ તો થ્રી-ઈડિયટ્સ, ઉટ પટાંગ, અમાવસ, એક ચૂપ, લાલ સિંહ ચઢ્ઢા જેવી ફિલ્મોમાં તે જોવા મળી હતી. આ ઉપરાંત હજી તેના હાથમાં એક-બે ફિલ્મો અને એક સિરીયલ પણ છે.