• દર્શકોને દયા ભાભીના આગમનની વર્ષોથી પ્રતીક્ષા
  • તાજેતરમાં શોના પ્રોડયુસરને ટ્રોલ કરાયા
  • દિશા વાકાણીના પાછા ફરવાના ઓછા ચાંસ!

નાના પડદા પર આવતી તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા શોનું નામ ઘણું જાણીતું છે. છેલ્લા 15 વર્ષથી આ સિરીયલે ઈન્ડસ્ટ્રીઝ પર રાજ કર્યું છે. પરંતુ દયાબેન જતા રહેતા શો ખાલી થઈ ગયો છે. દર્શકો ક્યારના વાટ જોઈને બેઠા છે કે ક્યારે દયાબેન ઉર્ફે દિશા વાકાણી શોમાં પાછા ફરે. આની પર નવી રોશન ભાભાનું રિએક્શ સામે આવ્યું છે. છેલ્લા છ વર્ષથી લીડ એક્ટ્રેસ દયાબેન ગાયબ છે. દયાભાભીનો રોલ કરનાર દિશા વાકાણીએ પ્રેગન્નસી સમયે લીધેલી રજા અને પછી તે ક્યારેય પાછી ન ફરી.

દિશાએ તારક મહેતા કા ઊલ્ટા ચશ્માના પ્રોડ્યુસર અસીત મોદીને બાળકના પાલન પોષણને લઈ કમબૅક કરવાથી ના પાડી દીધી હતી. જો કે છેલ્લા ઘણા દિવસોથી સતત દિશા વાકાણીના પરત ફરવાની વાતો સામે આવી રહી છે. એવામાં શોની નવી રોશનભાભી ઉર્ફે મોનાજ મેવાવાળાએ એક નિવેદન આપ્યું છે. સિરીયલના પ્રોડયુસર અસીત મોદી સતત દિશા વાકાણીને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એટલું જ નહિ નવી દયાબેનને લાવવાનો પણ પ્રયાસ કવામાં આવ્યો હતો. કેટલીક અભિનેત્રીઓએ ઓડિશન પણ આપ્યું પરંતુ કશું પરિણામ ન નહોતું આવ્યું.

દયા ભાભીના આગમન અંગે મેકર્સ પર દબાણ

તાજેતરમાં તારક મહેતા કા ઊલ્ટા ચશ્માના મેકર્સને ખૂબ ટ્રોલ કરાયા હતા. પ્રોડયુસર અસીત મોદીના ટવિટર પર ખૂબ ટ્રોલ કરાયા હતા. દર્શકોએ તેમનો ગુસ્સો ઠાલવી અસીત મોદી પર ટોણા માર્યા હતા. કારણ કે, તેમને કેટલાક દિવસો પહેલા શોમાં દર્શાવ્યું હતું કે જેઠાલાલની પત્નીનું ફરીથી આગમન થઈ રહ્યું છે. જેથી ફેંસ ખુશ થઈ ગયા હતા. પરંતુ ફરીથી મેકર્સે લોકોને લોલીપોપ પકડાવી દીધી હતી.

આમ છતાં જેનિફર મિસ્ત્રી બંસીવાલાને રિપ્લેસ કરનાર એક્ટ્રેસ મોનાજ મેવાવાલાએ રિએક્ટ કર્યું છે. દયાબેન પરત ફરે તે અંગે રિએક્ટ કર્યું હતું. વધુમાં તેમને જણાવ્યું કે મને ખરેખર કશી ખબર નથી કે શું ચાલી રહ્યું છે. આમ છતાં દયાબેન પાછા ફરે તેવું લાગી નથી રહ્યું.


  • Follow us on: