સુપરસ્ટાર આમિર ખાન ઘણીવાર 'મહાભારત' વિશે વાત કરે છે. જે તેમનો ડ્રીમ પ્રોજેક્ટ છે. તાજેતરમાં, સુપરસ્ટારે આ મહાકાવ્યના ફિલ્મ રૂપાંતર વિશે વાત કરી અને કહ્યું કે તે આ પ્રોજેક્ટ સાથે નિર્માતા તરીકે જોડાશે. આમિર ખાને કહ્યું કે 'મહાભારત' તેમના સૌથી મોટા સપનાઓમાંનું એક છે. તે આ વર્ષે 'મહાભારત' પર કામ શરૂ કરવા જઈ રહ્યો છે. આમિર ખાને વધુમાં કહ્યુ હતુ કે, 'મને આશા છે કે હું આ વર્ષે કામ શરૂ કરીશ.' તેમણે કહ્યું કે તેઓ 'ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ'ની જેમ અનેક ભાગોમાં 'મહાભારત' ફિલ્મ બનાવવા માંગે છે.
ફિલ્મ "મહાભારત"માં આમિર ખાનનો રોલ શું હશે?













