અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલાને 3 મહિના જેટલો સમય વિતી ગયો છે. પરંતુ આ પ્રકરણમાં રોજ નવા-નવા ખુલાસાઓ થતા રહે છે. મુંબઇ પોલીસે બાન્દ્રા કોર્ટમાં 1 હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. આ ચાર્જશીટ દરમિયાન મહત્ત્વના પુરાવા આપવામાં આવ્યા છે. જે આરોપી શરીફુલ ઇસ્લામના વિરુદ્ધ તપાસ દરમિયાન મળ્યા હતા. પુરાવામાં ચાકુના ત્રણ ટુકડાઓ પણ સામેલ છે.


આરોપી વિરુદ્ધ મળ્યા મહત્ત્વના પુરાવા

સૈફ અલી ખાન પર થયેલા હુમલા મામલે ચાર્જશીટ દાખલ કરાઇ છે. જેમાં 70થી વધુ લોકોના નિવેદન જોડવામાં આવ્યા છે. સાથે જ કેટલાક મોટા ખુલાસા પણ કરવામાં આવ્યા છે. જે ઘટના સ્થળેથી પુનઃપ્રાપ્ત કરવામાં આવ્યા છે. મુંબઇ પોલીસે જણાવ્યુ છે કે, આરોપી શરીફુલ ઇસ્લામના વિરુદ્ધ ઘણા પુરાવા એકત્ર કરાયા છે. ચાર્જશીટમાં ફોરેન્સિક લેબની રિપોર્ટનો પણ ઉલ્લેખ કરાયો છે. પોલીસે વધુમાં કહ્યુ હતુ કે, આ તપાસ દરમિયાન આરોપીના ડાબા હાથના ફિંગરપ્રિન્ટની રિપોર્ટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ચાર્જશીટમાં 70થી વધુ લોકોના નિવેદન સામેલ કરવામાં આવ્યા છે. જેમાં સૈફ અલી ખાન, કરીના કપૂર, તેમના ઘરનો તમામ સ્ટાફ અને અન્ય લોકો પણ સામેલ છે. આ 1 હજાર પાનાની ચાર્જશીટમાં પોલીસે જણાવ્યુ છે કે, કેવી રીતે આરોપી હુમલો કર્યા બાદ બાન્દ્રાથી કુર્લા તરફ ફરાર થયો હતો.

ચાર્જશીટમાં થયા મોટા ખુલાસા

ચાર્જશીટમાં ઉલ્લેખ કરાયો છે કે, આરોપીએ શરૂઆતમાં મુખ્ય દ્વાર પર એન્ટ્રી કરી હતી. પરંતુ ફિંગરપ્રિન્ટની ઓળખ થવાના ડરે તે રોકાઇ ગયો હતો. ત્યાર બાદ તે બિલ્ડીંગની પાછળના ભાગે ફરીને આવ્યો હતો. ડક્ટ એરિયાનો ઉપયોગ કરીને તે ઉપર ચઢ્યો હતો. અને પ્રથમ માળ સુધી પહોંચ્યો હતો. 16 જાન્યુઆરીના રોજ સૈફ અલી ખાન પર હુમલો થયો હતો. અને હાથાપાઇમાં તેને ગંભીર ઇજાઓ થઇ હતી. 

  • Follow us on: