બોલીવુડની ભાઇજાન પોતાની તમામ વાતોને કારણે ચર્ચાનો વિષય બને છે. પછી એ ફિલ્મ હોય, ફિલ્મનું બજેટ હોય, તેમની આગવી શૈલી હોય કે પછી હોય પોતાની અંગત વસ્તુઓ. સલમાન ખાનની ફિલ્મ સિકંદર 30 તારીખે રીલીઝ થઇ રહી છે. આ ફિલ્મનું બજેટ, કલાકાર અને નિર્દેશક શરૂઆતથી જ ચર્ચામાં છવાયેલા છે. અને આ ફિલ્મ માટે એડવાન્સ બુકીંગ પણ થઇ રહ્યુ છે. એડવાન્સ બુકીંગમાં સલમાને પોતાની જ ફિલ્મનો રેકોર્ડ તોડ્યો છે.


સલમાન ખાન અને વિવાદોનું વંટોળ

સલમાને થોડા દિવસે એક ઘડિયાળ પહેરી હતી. આ ઘડિયાળે પહેલા તો આકર્ષણ જમાવ્યુ અને પછી વિવાદ સર્જયો હતો. કારણ કે આ વોચમાં રામ મંદિર અને હનુમાનની કૃતિઓ છે. સલમાન હમેંશા સ્ટાઇલ માટે ચર્ચા જગાવે છે. હવે સલમાન ખાન તેની માતા દ્વારા ભેટમાં મળેલી ખાસ ઘડિયાળને કારણે ચર્ચામાં છે. સલમાન ખાનની લિમિટેડ એડિશન ઘડિયાળની ખાસિયત એ છે કે તેમાં અયોધ્યાનું રામ મંદિર દેખાય છે. આ ક્ષણે, બજરંગ બલી પણ અયોધ્યાના રામ મંદિરની સાથે બેઠેલા જોવા મળે છે. ઘડિયાળની કિંમત 34 લાખ છે. પરંતુ હિન્દુઓની આકૃતિ હોવાની મૌલાના સલમાન ખાન માટે વિરોધ દર્શાવી રહ્યા છે.

પહેલા ઘડિયાળ અને હવે જૂતા

તો હવે પરત સલમાન ખાન બીજી એક વસ્તુના કારણે સોશિયલ મીડિયા પર છવાયા છે. ભાઇજાને એક ઇવેન્ટમા સૌથી મોંઘી કિંમતના જૂતા પહેર્યા હતા. કાળા રંગના સુટની સાથે બ્લેક કલરના શૂઝે સૌ કોઇનું ધ્યાન ખેંચ્યુ હતુ. આ જે બ્રાન્ડના જૂતા છે. તે સૌથી મોંઘી કિંમતના છે. આ જૂતાની કિંમત અને તેની બનાવટ મીડિયામાં ચર્ચાનું કારણ બન્યુ છે. 

  • Follow us on: