• બોલિવૂડના ઘણા સેલેબ્સ ગેટ વે ઓફ ઈન્ડિયા ખાતે ભેગા થયા હતા

  • શહીદોને શ્રદ્ધાંજલી આપીને એમના બલિદાનને સેલ્યુટ કર્યું હતું
  • મુંબઈમાં થયેલા ત્રાસવાદી હુમલાને 15 વર્ષ પૂરા થઈ ગયા

26/11ના મુંબઈ હુમલાને 15 વર્ષ વીતી ગયા છે. ગઈકાલે મુંબઈ હુમલાની 15મી વરસી હતી. આવી સ્થિતિમાં, આ ઘટનાની ભયાનકતા દરેકના મન અને હૃદયમાં તાજી થઈ ગઈ છે. પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) દ્વારા કરવામાં આવેલા આ હુમલાઓમાં 166 લોકોએ જીવ ગુમાવ્યા અને 300 થી વધુ લોકો ઘાયલ થયા. આ દુઃખદ દિવસે, સામાન્ય લોકોથી લઈને બોલિવૂડ સેલેબ્સ સુધી, લોકો મુંબઈ હુમલામાં શહીદ થયેલા લોકોને વિવિધ રીતે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.


15 વર્ષ પૂરા થઈ ગયા

આ સેલેબ્સમાં શાહરૂખ ખાનનું નામ પણ સામેલ છે. જેમણે એક ઈવેન્ટમાં હુમલાના હીરોનું સન્માન કર્યું હતું. શાહરૂખ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યો હતો. મુંબઈ હુમલાની 15મી વર્ષગાંઠ નિમિત્તે, અમૃતા ફડણવીસના નેતૃત્વ હેઠળ દિવ્યજ ફાઉન્ડેશને 26/11ના નાયકોને શ્રદ્ધાંજલિ આપતા ગેટવે ઑફ ઈન્ડિયા ખાતે વૈશ્વિક શાંતિ સન્માનનું આયોજન કર્યું હતું. આ અવસર પર શાહરૂખ ખાનની સાથે અન્ય ઘણા સેલેબ્સ પણ હાજર હતા. ઈવેન્ટમાં પહોંચેલ શાહરૂખ ખાન બ્લેક સૂટમાં ખૂબ જ આકર્ષક લાગી રહ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.




શાહરૂખ સિવાય પણ કલાકારો આવ્યા

મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકીય હસ્તીઓ અને બોલિવૂડ સહિત વિવિધ ક્ષેત્રની લગભગ 600-700 હસ્તીઓ હાજર રહી હતી. આ કાર્યક્રમનું આયોજન માત્ર આપણા શાંતિ રક્ષકોને સન્માન કરવા માટે જ નહીં. પરંતુ વૈશ્વિક શાંતિ, એકતા અને કરુણાનો સંદેશ આપવા માટે કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાંથી શાહરૂખ ખાન ઉપરાંત શરદ કેલકર, મનીષા કોઈરાલા અને ટાઈગર શ્રોફ હાજર રહ્યા હતા.

  • Follow us on: