પ્રાચી દેસાઈ ઈન્ડસ્ટ્રીની જાણિતી એક્ટ્રેસમાંથી એક છે. પ્રાચીએ પોતાની એક્ટિંગ દ્વારા ટીવીથી લઈને ફિલ્મો સુધી ધૂમ મચાવી છે. તેણે ઈન્ડસ્ટ્રીમાં ઘણું નામ કમાવ્યું છે. તાજેતરમાં એક્ટ્રેસે જણાવ્યું હતું કે તેને ઈન્ડસ્ટ્રીમાં ઘણો સંઘર્ષ કર્યો છે. ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ નેપોટિઝમ પ્રવેશી ચૂક્યું છે. એક ઈન્ટરવ્યુમાં તેણે ખુલાસો કર્યો હતો કે સ્ટાર કિડ્સને ફ્લોપ પછી પણ ઘણી ફિલ્મો મળે છે.


પ્રાચી દેસાઈના કરિયરમાં આ લોકોએ મહત્વનો રોલ પ્લે કર્યો

પ્રાચીએ એક ઈન્ટરવ્યુમાં પોતાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ વિશે વાત કરી હતી. તેણેકહ્યું કે, 'રોક ઓન’ માટે હું રિતેશ સિધવાની, ફરહાન અખ્તર અને અભિષેક કપૂરની ખૂબ આભારી છું. તે સમયે હું ઘણી નાની હતી અને ઈન્ડસ્ટ્રીમાં મારા બહુ મિત્રો ન હતા. મને નથી લાગતું કે તે સમયે કોઈએ મને સિરિયસલી લીધી હોય. મારા ડેબ્યુ પછી મને ‘વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ’ અને પછી ‘બોલ બચ્ચન’ જેવી મોટી ફિલ્મો મળી હતી.

એક્ટ્રેસે પોતાની સંઘર્ષ કહાની જણાવી

પ્રાચી દેસાઈએ ઈન્ડસ્ટ્રીમાં પોતાના સંઘર્ષ વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે મારે હંમેશા સંઘર્ષ કરવો પડ્યો છે. કારણ કે હું ઇન્ડસ્ટ્રીની ન હતી કે ના મારું નજીકનું ઈન્ડસ્ટ્રીમાં હતું. ઈન્ડસ્ટ્રીમાં સ્ટાર કિડ્સની જેમ બહારના લોકો ફિટ થઈ શકતા નથી. અહીં બહારના લોકોને ઘણી તકો મળતી નથી. બીજી તરફ સ્ટાર કિડ્સને થાળીમાં ફિલ્મની ઓફર મળે છે, જ્યારે મોટાભાગે તેમની ફિલ્મો ફ્લોપ થાય છે. મને લાગે છે કે હું પ્રામાણિકપણે કહું છું કે બહારના વ્યક્તિ માટે ઈન્ડસ્ટ્રીમાં ફિટ થવું હંમેશા મુશ્કેલ હોય છે.

આ ફિલ્મો કરી ચૂકી છે પ્રાચી દેસાઈ

તમને જણાવી દઈએ કે પ્રાચીએ રોક ઓન, લાઈફ પાર્ટનર, તેરી મેરી કહાની, પોલીસગીરી, આઈ મે ઔર મેં, એક વિલન, અઝહર, ફોરેન્સિક જેવી ફિલ્મો કરી છે. આ સિવાય પ્રાચીએ કસમ સે, કસૌટી જિંદગી કી, ઝલક દિખલા જા 2, નાગિન, Dhootha જેવા ટીવી શો પણ કર્યા છે.

  • Follow us on: