બોલીવુડ એક્ટર આદિત્ય રોય કપૂર પોતાની પર્સનલ લાઈફને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે એક્ટરનું અનન્યા પાંડે સાથે બ્રેકઅપ થઈ ગયું છે. હવે એક્ટરે કરીના કપૂર ખાનના પોડકાસ્ટ શોમાં તેના સંબંધની સ્થિતિ વિશે ખુલીને વાત કરી


કરીના કપૂર ખાન પૂછ્યો આ સવાલ

કરીના કપૂર ખાનના પોડકાસ્ટ વોટ વુમન વોન્ટનો પ્રોમો રિલીઝ થઈ ગયો છે. જેમાં આદિત્યએ પોતાના રિલેશનશિપ સ્ટેટસને જણાવ્યું હતું કે તે હાલમાં ચિલ છે. એટલે કે એક્ટર સિંગલ છે અને કોઈને ડેટ કરતો નથી. આદિત્યએ એ પણ જણાવ્યું કે જ્યારે તે રિલેશનશિપમાં હોય છે ત્યારે તે બ્રેકઅપનો સામનો કેવી રીતે કરે છે.

આદિત્ય રોય કપૂરે કપૂરે આપ્યો જવાબ

જ્યારે કરીના કપૂરે આદિત્ય રોય કપૂરને તેના રિલેશનશિપ સ્ટેટસ વિશે પૂછ્યું, 'ઘણી મહિલાઓ તમારી રિલેશનશિપ સ્ટેટસ વિશે જાણવા માગે છે.' એક્ટરે જવાબ આપ્યો કે 'શું ચિલિંગ એક સ્ટેટસ છે? 'હું ચિલર છું.' બેબોએ તરત જ આના પર પ્રતિક્રિયા આપી અને કહ્યું, 'તમે હંમેશા ચિલિંગ કરો છો આદિ.'

હું 100 મેસેજ મોકલી શકતો નથી: આદિત્ય રોય કપૂર

પ્રોમોમાં કરીના આદિત્ય રોય કપૂરને પૂછતી જોવા મળે છે કે તે સંબંધમાં ઘોસ્ટિંગને કેવી રીતે હેન્ડલ કરે છે. આદિત્યએ જવાબ આપ્યો કે તેને બ્લોક કરવાનું પસંદ છે. એક્ટરે કહ્યું કે "હું રિલેશનશિપમાં ખૂબ જ બેકાર છું. જ્યારે હું સંબંધમાં હોઉં છું, ત્યારે હું વ્યક્તિને ઘોસ્ટ કરવાની જગ્યાએ તેને બ્લોક કરી દઉં છું. હું 100 મેસેજ મોકલી શકતો નથી."

  • Follow us on: