સલમાન ખાન અને લોરેન્સ બિશ્નોઈ વચ્ચે ચાલી રહેલી દુશ્મનાવટ હાલમાં ચર્ચામાં છે. આ મામલે દરરોજ કંઈક નવું સામે આવી રહ્યું છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલી લોરેન્સ બિશ્નોઈ સાથે વાત કરવા માંગે છે અને તેને આને લઈને એક પોસ્ટ પણ શેર કરી હતી.


પરંતુ બાદમાં સોમીએ આ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી, પરંતુ સોમી લોરેન્સ બિશ્નોઈ સાથે વાત કરવા માંગે છે તેનું કારણ સામે આવ્યું છે.

સોમી અલી લોરેન્સ બિશ્નોઈ સાથે કેમ વાત કરવા માંગે છે?

તાજેતરમાં જ સોમીએ માડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન સોમી અલીએ લોરેન્સ બિશ્નોઈ અને દેવેન્દ્ર બિશ્નોઈ સાથે વાત કરવા પાછળનું કારણ જણાવ્યું. સોમીએ કહ્યું કે મેં દેવેન્દ્ર બિશ્નોઈનો સંપર્ક કર્યો અને કહ્યું કે સલમાન ખાન તરફથી હું માફી માંગવા માંગુ છું, હું રાજસ્થાન આવીને તમને મળવા માંગુ છું. મારે તમારા મંદિરમાં આવીને પ્રાર્થના કરવી છે. હું સલમાન તરફથી માફી માંગવા માંગુ છું, જેની સાથે હું ભાગ્યે જ સંપર્કમાં છું, કારણ કે આ ઘટના ત્યારે બની હતી જ્યારે હું 1998માં ભારતમાં હતી.


1998ની છે આ વાત

સોમી અલી જે ઘટનાનો ઉલ્લેખ કરી રહી છે તે એ ઘટના છે જ્યારે 1998માં રાજસ્થાનમાં ફિલ્મ 'હમ સાથ સાથ હૈ'ના શૂટિંગ દરમિયાન સલમાન ખાન પર બે કાળા હરણનો શિકાર કરવાનો આરોપ લાગ્યો હતો. બિશ્નોઈ સમુદાયમાં કાળા હરણને પવિત્ર માનવામાં આવે છે અને આ ઘટનાને લઈને જોરદાર વિરોધ કર્યો હતો.

બાબા સિદ્દીકીની હત્યા બાદ મામલો વધ્યો

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ 2018માં સલમાન ખાનને ટ્રાયલ કોર્ટ દ્વારા દોષિત ઠેરવ્યા બાદ બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી હતી. બોલીવુડ સ્ટારે આ કેસ સામે અપીલ કરી છે, જે હજુ પણ રાજસ્થાન હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. 12 ઓક્ટોબરે મુંબઈમાં સલમાન ખાનના નજીકના સાથી બાબા સિદ્દીકીના ગોળીબારમાં મોત બાદ આ ઘટના ફરી ચર્ચામાં આવી છે.

સલમાનની વધારી દેવામાં આવી સુરક્ષા

તમને જણાવી દઈએ કે એનસીપી નેતા અને પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી. તેને એવી ચેતવણી પણ આપી હતી કે જે પણ એક્ટર સલમાન ખાનને મદદ કરશે તે તેનું નિશાન બનશે. આ પછી સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

  • Follow us on: