'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' 15 વર્ષથી વધુ સમયથી લોકોનું મનોરંજન કરી રહ્યું છે. રાજ અનડકટ, જે આ શોનો ભાગ હતો, તે સીરિયલમાં જેઠાના પુત્ર ટપ્પુનું પાત્ર ભજવતો હતો. આ દરમિયાન તેનું નામ સીરિયલની એક્ટ્રે, મુનમુન દત્તા ઉર્ફે બબીતાજી સાથે જોડાયું હતું. એક્ટરે આને લઈને પોતાનું મૌન તોડ્યું છે.


રાજ અનડકટે ઘણા વર્ષો પહેલા આ શો છોડી દીધો હતો. હવે તે એક ગુજરાતી શો યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ ગુજરાતમાં જોવા મળે છે. તારક મહેતા છોડ્યા બાદ બબીતા ​​જીને ડેટ કરવાની ચર્ચા સામે આવી હતી. એવું પણ કહેવાય છે કે તેને બબીતાજી સાથે સગાઈ પણ કરી લીધી હતી.

રાજ અનડકટ અને મુનમુન દત્તા

તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં રાજે આ અંગે પોતાનું મૌન તોડ્યું હતું. આને લઈને વાત કરતાં તેને કહ્યું છે કે 'હું મુનમુન વિશે વાત કરવાનું પસંદ નહિ કરું. હું મારા કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું અને અન્ય ઘણી બાબતો વિશે વાત કરવાની છે. જ્યારે પણ મારા અંગત જીવનમાં કોઈ રસપ્રદ વાત કરવા માટે હશે, ત્યારે હું તે કરીશ."

રાજ અનડકટના લગ્ન!

રાજ અનડકટે પોતાના લગ્ન વિશે પણ વાત કરી હતી. તેને કહ્યું કે 'મારી માતાને મારા માટે સ્વયંવરનું આયોજન કરવાનું ગમશે! તે ફની છે, કારણ કે મારે હજુ મારે કરિયરમાં સ્થિર થવાનું બાકી છે. હા, જ્યારે પણ એવું થાય છે, ત્યારે મને એવો પાર્ટનર જોઈએ છે જે મને સમજે." એટલે કે રાજે હવે સ્પષ્ટ કરી દીધું છે કે તે કોઈની સાથે રિલેશનશિપમાં નથી. તેનું નામ બબીતાજી સાથે જોડાયેલું હોવાની વાત માત્ર એક અફવા હતી.


  • Follow us on: