- અર્જૂન કપૂરનું નામ ઈન્ફ્લુએન્સર અને અભિનેત્રી સાથે જોડાયું
- અર્જુન અને કુશા એકબીજાને ડેટ કરી રહ્યાના અહેવાલ બન્યા ચર્ચાનું કેન્દ્ર
- શું ચાલી રહ્યું છે અર્જૂન કપૂર અને મલાઈકા અરોરા વચ્ચે
છેલ્લા ઘણા સમયથી અર્જુન કપૂર અને મલાઈકા અરોરાના બ્રેકઅપના અહેવાલો ચર્ચામાં છે. બન્નેના સંબંધને લઈને અહેવાલો મળી રહ્યા છે કે કપલ અલગ થઈ ગયું છે. આ દરમિયાન અર્જુનનું નામ ઈન્ડસ્ટ્રીની એક સુંદરી સાથે જોડાઈ રહ્યું છે. બન્નેની ડેટિંગના અહેવાલો ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. તાજેતરમાં અભિનેત્રીએ આ અહેવાલોને વધુ બળ આપવાનું કામ કર્યું.
આ અભિનેત્રી સાથે અર્જૂન કપૂરનું નામ જોડાયું
આ અભિનેત્રી બીજું કોઈ નહીં પણ પ્રખ્યાત ઈન્ફ્લુએન્સર અને અભિનેત્રી કુશા કાપિલા છે. કુશાનું નામ છેલ્લા કેટલાક દિવસોથી અર્જુન કપૂર સાથે જોડાઈ રહ્યું છે. એવા અહેવાલો છે કે, અર્જુન અને કુશા એકબીજાને ડેટ કરી રહ્યાં છે.
એક ઈન્ટરવ્યુમાં કુશાએ અંગત જીવન વિશે કરી વાત
તાજેતરમાં કુશાએ એક ઈન્ટરવ્યુમાં ઘણું કહ્યું હતું. અભિનેત્રીએ ફિલ્મજ્ઞાનને આપેલા ઈન્ટરવ્યુમાં પોતાના અંગત જીવન વિશે ખુલીને વાત કરી હતી. આ દરમિયાન અભિનેત્રીએ અર્જુન કપૂરના નામ પર એવી સ્માઈલ આપી કે એક રીતે તેમના રિલેશનશિપના અહેવાલોને વધુ હવા મળી ગઈ.
હેશટેગ કપૂર
જ્યારે કુશાને પૂછવામાં આવ્યું કે, તે અર્જુન કપૂરને શું હેશટેગ આપશે તો અભિનેત્રીએ કહ્યું કે, તે અર્જુનને હેશટેગ કપૂર બોલાવીશ. આ પછી કુશા સ્માઈલ કરવા લાગી. નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી અર્જુન અને મલાઈકાના બ્રેકઅપના અહેવાલો ખૂબ જ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
બન્નેમાંથી કોઈએ અલગ થવા બાબતે રીએક્શન આપ્યું નથી
અર્જૂન કપુર અને મલાઈકા અરોરા કોઈ ઈવેન્ટમાં સાથે નથી જોવા મળી રહ્યા અને તેઓ એકબીજાની તસવીરો પર કોમેન્ટ કે રિએક્શન પણ નથી આપી રહ્યા છે. એવામાં બન્નેના અલગ થવાના અહેવાલો છેલ્લા કેટલાક દિવસોથી આવી રહ્યા છે. જોકે આ અહેવાલો પર કપલમાંથી કોઈએ કોઈ રીએક્શન આપ્યું નથી.
અર્જુન અને મલાઈકા બન્નેએ તેમના સંબંધોનો અંત લાવી દીધો છે અને ટૂંક સમયમાં તેઓ તેમના બ્રેકઅપ અંગે જાહેર કરશે. જો કે આ વચ્ચે અર્જુન કપૂર અને કુશાના નામ પણ એક સાથે જોડવામાં આવી રહ્યુ છે.