- સુપ્રીમ કોર્ટમાં ફિલ્મ લાપતા લેડીઝનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું
- પ્રોડક્શન મારી કારકિર્દીનો અંત હોઈ શકે છે: અમીર ખાન
- લાપતા લેડીઝ જેવી ફિલ્મો બનાવવી જોઈએ અને જોવી જોઈએ
આમિર ખાન અને તેના પરિવાર માટે 9મી ઓગસ્ટનો દિવસ ખૂબ જ ખાસ હતો. કારણ કે આમિર દ્વારા પ્રોડક્શન કરવામાં આવેલી ફિલ્મ 'લાપતા લેડીઝ' સુપ્રીમ કોર્ટમાં બતાવવામાં આવી હતી. આ દરમિયાન આમિર અને તેની પૂર્વ પત્ની કિરણ રાવે ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડ સાથે વાતચીત કરી હતી. આ ફિલ્મનું સ્ક્રીનિંગ એટલા માટે કરવામાં આવ્યું કે તે જેન્ડર સેન્સિટાઇઝેશન પ્રોગ્રામનો એક ભાગ હતો. જેમાં સર્વોચ્ચ અદાલતના અનેક ન્યાયાધીશોએ ભાગ લીધો હતો.
આમિરે એક્ટિંગમાંથી નિવૃત્તિ લીધી
આ દરમિયાન આમિર ખાને કહ્યું કે, 'લાપતા લેડીઝ'ને મેં કેમ પ્રોડ્યુસ કરી? કોવિડ-19 દરમિયાન મને સમજાયું કે પ્રોડક્શન મારી કારકિર્દીનો અંત હોઈ શકે છે. તે સમયે હું 56 વર્ષનો હતો. હવે મારી ઉંમર વધી છે. કદાચ મારી પાસે હજુ 15 વર્ષ બાકી છે, જ્યાં હું મારું કામ બતાવી શકું છું. આ દેશે, સમાજે અને ઈન્ડસ્ટ્રીએ મને ઘણું બધુ આપ્યું છે. મેં વિચાર્યું છે કે હું વર્ષમાં એક ફિલ્મ કરીશ, પરંતુ તે પણ પ્રોડ્યુસર તરીકે. હું તે બધી કહાનીઓને બતાવી શકું છું જેમાં હું મજબૂત અનુભવું છું.
https://www.instagram.com/p/C-erXfXoghc/
નવા અવાજો અને કહાનીઓને તક આપવા માંગુ છું
આમિર ખાન વિશે એવું કહેવાય છે કે, તે લોકોને તે જ ફિલ્મો બતાવે છે જેમાં એક મજબૂત સંદેશ છુપાયેલો હોય છે. આમિરે કહ્યું કે, હું નવા અવાજો અને કહાનીઓને તક આપવા માંગુ છું. પ્રોડક્શનની મદદથી હું નવા રાઈટર્સ, ડાયરેક્ટર્સ અને દરેકને તક આપી શકું છું જેઓ આ સમગ્ર પ્રક્રિયાનો ભાગ છે. ડાયરેક્શનમાં 'લાપતા લેડીઝ' મારું પહેલું પગલું છે. હું આ પ્રકારની ટેલેન્ટને આગળ વધારવા માંગુ છું અને વિચારી રહ્યું છું કે, હું વર્ષમાં 45 ફિલ્મોનું પ્રોડ્યુસ કરવા માગું છું. આ પ્રકારની અનેક ફિલ્મ આપણે બનાવવી જોઈએ અને જોવી પણ જોઈએ.
ફિલ્મ ઈન્ડસ્ટ્રી ઝડપથી બદલાઈ રહી છે
કિરણ રાવે કહ્યું કે, ફિલ્મની કહાની બિપ્લબ ગોસ્વામીની સ્ક્રિપ્ટમાંથી લેવામાં આવી છે. આમિરે વર્ષ 2020માં સ્ક્રીન રાઈટર્સ એસોસિએશનમાં ભાગ લીધો હતો. ત્યાં તેણે આ વાર્તા સાંભળી અને અમે આ ફિલ્મના રાઈટ્સ ખરીદવાનું વિચાર્યું. આપણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઝડપથી બદલાવ જોઈ રહ્યા છીએ. અમે શક્ય તેટલી વધુ આવી વાર્તાઓ બતાવવાનો ચોક્કસપણે પ્રયાસ કરીશું.
નોંધનીય છેકે, 'લાપતા લેડીઝ' OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો. પરંતુ તે પહેલા થિયેટરોમાં આવી ગઈ હતી. લોકોને તે ખૂબ ગમ્યું.