• કાજોલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
  • આ કેસમાં પણ કોઈ ઈન્ફ્લુએન્ઝર હોવાની વાત
  • કપડાં ચેન્જ કરતો વીડિયો સામે આવતા ચકચાર

રશ્મિકા મંદાન્ના હાલમાં જ તેના ડીપ ફેક વીડિયોને કારણે ચર્ચામાં હતી. રશ્મિકા બાદ હવે બોલિવૂડ એક્ટ્રેસ કાજોલ પણ આ ટેક્નિકનો શિકાર બની છે. હા, કાજોલનો એક અશ્લીલ વીડિયો સામે આવ્યો છે, જે હવે ચર્ચાનો વિષય બન્યો છે. વીડિયોમાં અભિનેત્રીને ડીપફેક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને અશ્લીલ રીતે રજૂ કરવામાં આવી છે. ડીપફેક સાથે એડિટ કરાયેલા વીડિયોમાં અભિનેત્રીને કપડાં બદલતી જોઈ શકાય છે.

ફેન્સ થઈ રહ્યા છે નારાજ

કાજોલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર તેના ફેન્સ પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. આ વીડિયોને શેર કરતી વખતે લખવામાં આવ્યું છે કે 'કાજોલ દેવગન કેમેરામાં કપડાં બદલતા ઝડપાઈ ગઈ હતી.' વીડિયોમાં જોઈ શકો છો કે કાજોલ કેમેરાની સામે કપડાં બદલતી જોવા મળે છે. જો કે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે કાજોલ નથી, પરંતુ કોઈ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્ઝર છે. તેણે તેનો આ વીડિયો Tik-Tok પર શેર કર્યો હતો, જે ઘણો વાયરલ થયો હતો. તેણે આ વીડિયો જૂન મહિનામાં શેર કર્યો હતો. જો આ વિડિયોને ધ્યાનથી જોશો તો ઘણી વખત ચહેરો બદલાતો દેખાશે. રશ્મિકા મંદન્ના કેસમાં દિલ્હી પોલીસે 10 નવેમ્બરે તેની વિરુદ્ધ FIR દાખલ કરી હતી. જે બાદ તેઓ 15 નવેમ્બરે આરોપીને શોધી કાઢ્યા હતા.

સૌથી પહેલા અમિતાભે અવાજ ઊઠાવ્યો

હા, દિલ્હી પોલીસના IFSO યુનિટે બિહારના એક 19 વર્ષના યુવકની અટકાયત કરી છે અને તેની પૂછપરછ કરી છે. જોકે, કાજોલના કેસમાં હજું સુધી કોઈ એક્ટ્રેસ તરફથી પ્રતિક્રિયા મળી નથી, આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બીજી તરફ અજય દેવગને પણ કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી. સેલેબ્સના આવા વીડિયો સામે સૌથી પહેલા અમિતાભ બચ્ચને અવાજ ઊઠાવ્યો હતો. 

  • Follow us on: