• સાઉથ સ્ટાર પ્રભાસ આ દિવસોમાં સાલારને લઇને ચર્ચામાં
  • દર્શકોને મળી રહ્યો છે આ ફિલ્મ માટે સારો પ્રતિસાદ
  • સાલાર બાદ વધુ એક ફિલ્મ આવી રહી છે પ્રભાસની

સાઉથ સ્ટાર પ્રભાસ આ દિવસોમાં પોતાની ફિલ્મ સાલાર માટે દરેક જગ્યાએ છે. અભિનેતાની ફિલ્મ હાલમાં જ રીલિઝ થઈ છે, જેને દર્શકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર દબદબો જમાવ્યો છે અને કમાણીના મામલામાં ઘણા રેકોર્ડ તોડ્યા છે. હવે સાલારની સફળતા બાદ પ્રભાસની વધુ એક ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે.

આ ફિલ્મમાં પ્રભાસ જોવા મળશે

પ્રભાસ હવે ડિરેક્ટર મારુતિ સાથે કામ કરવા જઈ રહ્યો છે. મારુતિએ પોતે પ્રભાસ સાથેની તેની આગામી ફિલ્મની જાહેરાત કરી છે, જેના પછી પ્રભાસના ફેન્સમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

ડિરેક્ટરે ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરીને પ્રભાસની આગામી ફિલ્મની જાહેરાત કરી છે. પોસ્ટર જોઈને અભિનેતાના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે.

ડિરેક્ટરે પોસ્ટર શેર કરીને જાહેરાત કરી

મારુતિએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ X (Twitter) પર ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે. આ સાથે તેણે લખ્યું છે- ઉત્સાહિત અને લાંબા સમયથી આ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા. સ્ટાર પ્રભાસને નવા અવતારમાં બતાવીને ખૂબ જ ખુશ છું. પોંગલ પર મળીએ.


આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે

 જો કે આ ફિલ્મનું ટાઈટલ કે પ્રભાસનો લૂક હજુ જાહેર થયો નથી. પરંતુ મારુતિએ તેની રિલીઝનો સંકેત આપ્યો છે. પોસ્ટ અનુસાર, ફિલ્મ પોંગલ પર રિલીઝ થઈ શકે છે.

સાલાર સુપર ડુપર હિટ

પ્રભાસની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ સાલારની વાત કરીએ તો આ ફિલ્મે અત્યાર સુધીમાં 521.85 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ફિલ્મની કમાણી હજુ પણ ચાલુ છે. આ ફિલ્મે શાહરૂખ ખાનની ડંકીને પણ પાછળ છોડી દીધી છે.


  • Follow us on: