- 'સાલાર' ફિલ્મ 300 કરોડની પારની અણી પર
- બૉક્સ ઓફિસ પર પ્રભાસનો સિકકો
- પ્રભાસની ફિલ્મની કમાણી રેકોર્ડ સ્તરે
અભિનેતા પ્રભાસની ફિલ્મ 'સાલાર' થિયેટર્સમાં તોતિંગ કમાણી કરી રહી છે. બૅસ્ટ રિવ્યૂ અને જનતાની પ્રસંશાને લીધે વીકએન્ડ અને ક્રિસમસમાં ફિલ્મની કમાણીમાં મંગળવારે ભારે દબદબો રહ્યો હતો. સાલાર હિંદીમાં તગડી કમાણી કરી રહી છે. સુપરસ્ટાર પ્રભાસ અને પ્રશાંત નીલના કોમ્બોએ રંગ જમાવ્યો છે. પ્રથમ દિવસે રેકોર્ડ ઓપનિંગ કલેક્શનની સાથે મંગળવારે પણ કમાણી સારી કરી હતી. સલાર હિંદીમાં કલેક્શન પ્રભાસની પાંચમી 100 કરોડની ફિલ્મ બની ચૂકી છે. ગત શુક્રવારે રિલીઝ થયેલી સાલાર ફિલ્મે પ્રથમ વીકએન્ડમાં દમદાર કમાણી કરી, સોમવારે ક્રિસમસ હોવાથી કલેક્શનમાં થોડો ઘટાડો પરંતુ બાદમાં બોક્સ ઓફિસ પર 24થી 25 કરોડની વચ્ચે કલેક્શન એકઠું કર્યું હતું.
'સાલાર' ફિલ્મ 300 કરોડને પારની તૈયારીમાં
ફાઈનલ આંકડા આવ્યા પછી પાંચ દિવસમાં સાલાર ફિલ્મનું નેટ કલેક્શન 279 કરોડની આસપાસ પહોંચી જશે. મંગળવાર કરતાં બુધવારે આ ફિલ્મનું કલેક્શનમાં થોડો ઘટાડો આવ્યો પરંતુ 20 કરોડ સુધીની રેંજમાં પહોંચી ગયું છે. તો છ દિવસમાં પ્રભાસની ફિલ્મ 300 કરોડનો આંકડો પાર કરી લેશે. જો બુધવારે આવું ન થઈ શક્યું તો ગુરુવારે સવારે 'સાલાર' ફિલ્મ માટે સૌથી મોટું લેંડમાર્ક લઈ આવશે.
હિંદી વર્ઝનમાં ભારે કમાણી
સાલાર ફિલ્મના હિંદી વર્ઝને પણ બોક્સ ઓફિસ પર તોફાની કલેક્શન શરૂ કર્યું છે. રવિવારે 'સાલાર' ફિલ્મના હિંદી વર્ઝને 21 કરોડ કરતાં વધુ કલે્શન કર્યું છે. સોમવારે પણ 15 કરોડની તોતિંગ કમાણી નોંધાવી હતી. મંગળવારે કરેલી કમાણી ફિલ્મના હિંદી વર્ઝનના શેર આશરે સાત કરોડના આસપાસ રહેવાની શક્યતા છે. આ હિસાબે પાંચ દિવસમાં સાલાર ફિલ્મે હિંદીમાં 75 કરોડનું આશરે કલેક્શ કર્યું છે. પ્રભાસની બંને બાહુબલિ, સાહો અને આદિપુરુષ પછી સાલાર હવે પ્રભાસની પાંચમી ફિલ્મ 100 કરોડ કરતાં વધુ કમાણી કરનારી હિંદી ફિલ્મ બની ચૂકી છે. તેની પાછલી કેટલીક ફિલ્મો ભરે મજબૂત પર્ફોમ ન કરી શકી પરંત આ આંકડાએ સાબિત કરી દીધું છે કે તે હિંદી માર્કેટમાં પણ પોતાની જગ્યા બનાવનાર સૌથી મોટા સાઉથ સ્ટાર છે.