- વર્ષ 2023ની સૌથી મોટી ઓપનર ફિલ્મ બનશે સાલાર
- ફિલ્મ 'સાલાર' માટે લોકોમાં એક અલગ જ ક્રેઝ જોવા મળ્યો
- સાલાર પ્રભાસની અત્યાર સુધીની બેસ્ટ ફિલ્મ
સાઉથના સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ 'સાલારઃ પાર્ટ 1 સીઝફાયર' આજે એટલે કે 22 ડિસેમ્બર 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. સિનેમાઘરોમાં ફિલ્મ જોવા આવેલા પ્રભાસના ફેન્સ ક્રેઝી થઈ રહ્યા છે. લોકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે. જો કે ફિલ્મના બમ્પર એડવાન્સ બુકિંગ પરથી જ આ વાતનો અંદાજ આવી ગયો હતો. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ કરોડોની બમ્પર કમાણી સાથે વર્ષ 2023ની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની જશે.
બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે 'સાલાર'
ફિલ્મ 'સાલાર' માટે લોકોમાં એક અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. આજે સવારથી જ થિયેટરો પણ દર્શકોથી ભરેલા જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે 'સાલાર' એ રિલીઝ થતાની સાથે જ લોકોના દિલ જીતી લીધા છે અને તે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. દરેક લોકો 'સાલાર'ની વાર્તા તેમજ પ્રભાસની એક્ટિંગના વખાણ કરી રહ્યા છે.
બની શકે છે વર્ષની સૌથી મોટી ઓપનર ફિલ્મ
કેટલાક યુઝર્સ તો એવું પણ કહી રહ્યા છે કે આ પ્રભાસની અત્યાર સુધીની બેસ્ટ ફિલ્મ છે. આ બધાની વચ્ચે 'સાલાર' રેકોર્ડબ્રેક ઓપનિંગ કરે તેવી અપેક્ષા છે. 'સાલાર' પહેલા દિવસે 116.8 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે. આ ફિલ્મ ઘણી ભાષાઓમાં રિલીઝ થઈ છે અને તેલુગુ ભાષામાં સૌથી વધુ કમાણી કરી છે. તેલુગુ વર્ઝન માટે રૂ. 71.2 કરોડના કલેક્શન ઉપરાંત, ફિલ્મ અન્ય ભાષાઓમાંથી રૂ. 45.6 કરોડની વધારાની કમાણી કરે તેવી ધારણા છે, જે કુલ કલેક્શન રૂ. 116.8 કરોડ સુધી લઇ જશે.
ફિલ્મના ડિજિટલ રાઇટ્સ 162 કરોડ રૂપિયામાં વેચાયા
અહેવાલ છે કે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર 'સાલાર'ના OTT રાઇટ્સ કરોડોમાં વેચાયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મના ડિજિટલ રાઇટ્સ 162 કરોડ રૂપિયામાં વેચાયા છે. આવી સ્થિતિમાં, સાલારે OTT પર સૌથી વધુ રકમમાં વેચાયેલી પ્રથમ દક્ષિણ ભારતીય ફિલ્મ બનવાનો ખિતાબ જીત્યો છે. એવા સમાચાર છે કે OTT પ્લેટફોર્મ Netflix પર 'Salar' રિલીઝ થઈ શકે છે. જો કે, ફિલ્મના નિર્માતાઓએ હજુ સુધી OTT રિલીઝ ડેટની જાહેરાત કરી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે 'સાલાર' તેના થિયેટરમાં રિલીઝ થયાના આઠ અઠવાડિયા પછી OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરશે.
6000 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે 'સાલાર'
KGF ફેમ પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત ફિલ્મ 'સાલાર'માં પ્રભાસની સાથે પૃથ્વીરાજ સુકુમારન, જગપતિ બાબુ અને શ્રુતિ હસન પણ જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મ દેશભરમાં 6000 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. તેના શોની સંખ્યા શાહરૂખ ખાનની તાજેતરની રીલિઝ થયેલી ફિલ્મ 'ડંકી' કરતા ઘણી ઓછી છે પરંતુ કમાણીના મામલામાં તે કિંગ ખાનને પાછળ છોડતી જોવા મળી રહી છે.