• 'સાલાર' ફિલ્મ 200 કરોડની ક્લબમાં સામેલ
  • રિલીઝ થયાના ત્રીજા દિવસે ફિલ્મની જંગી કમાણી
  • પ્રભાસની 'સાલાર' ફિલ્મ તમામ રેકોર્ડ તોડવા સજ્જ

પ્રશાંત નીલના ડાયરેક્શનમાં નિર્માણ પામેલી 'સાલાર' બોક્સ ઓફિસ પર નોટો છાપી રહી છે. ફિલ્મ રોજ કરોડોનો કારોબાર કરી રહી છે. ત્રણ દિવસમાં જ ફિલ્મે 200 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. 22 ડિસેમ્બરે દેશના તમામ થિયેટર્સમાં સાલાર ફિલ્મ રિલીઝ થઈ હતી. માત્ર બે દિવસમાં ઘરેલું બોક્સ ઓફિસમાં દમદાર આંકડાને પાર પહોંચી. જ્યારે દુનિયાભરમાં પણ ફિલ્મે સારી એવી કમાણી કરી છે. બે દિવસમાં પ્રભાસની ફિલ્મે 295.7 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. હવે આ ફિલ્મને ત્રણ દિવસ થઈ ગયા છે. તેમજ વીકએન્ડ પર પણ ફિલ્મ કરોડો કમાઈ રહી છે.

ફિલ્મના બોક્સ ઓફિસ રિપોર્ટ પ્રમાણે પ્રથમ દિવસે સાલારે 90.7 કરોડની કમાણી કરી હતી. જ્યારે બીજા દિવસના ક્લેકશનમાં ભારે ઘટાડો નોંધાયો હતો. અને ફિલ્મે 56.35 કરોડનો કારોબાર કર્યો હતો. હવે ત્રીજા દિવસના શરૂઆતના આંકડા સામે આવ્યા છે. જે અનુસાર ફિલ્મે બપોર સુધી 26.69 કરોડની ધીકતી કમાણી કરી લીધી છે. જે પ્રમાણે સાલાર ફિલ્મનું ટોટલ કલેક્શન 173.74 કરોડ રૂપિયાને આંબી ગઈ છે.

દિવસ - 1 રૂપિયા 90.7 કરોડ

દિવસ -2 રૂપિયા 56.35 કરોડ

દિવસ - 3 રૂપિયા 26.69 કરોડ

કુલ રૂપિયા 173.74 કરોડ રૂપિયા


 ડંકી ફિલ્મ પર સાલાર ભારે પડી શકે છે!

શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ડંકી'ના રિલીઝ થયાના એક દિવસ પછી મોટા પડદા પર રિલીઝ થઈ હતી. આવામાં ફિલ્મ રિલીઝને ડંકીના કલેક્શ પર ઘણી અસર નાખી છે. એક્શન થ્રિલર પસંદ કરનાર ફેંસ ડંકી જેવી ઈમોશનલ ફિલ્મના સ્થાને સાલારને પસંદ કરી રહ્યા છે. ડંકી ફિલ્મનું કલેક્શ 11.32 કરોડ રૂપિયા થયું છે. પ્રશાંત નીલ દ્વારા નિર્મિત સાલાર ફિલ્મ બે મિત્રોની આસપાસ સ્ટોરી ફરતી રહે છે. ફિલ્મમાં પ્રભાસની સાથે પૃથ્વીરાજ સુકુમારન અને શ્રૃતિ હાસન લીડ રોલમાં છે.

  • Follow us on: