ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનના લગ્નને 17 વર્ષ થઈ ગયા છે. આ કપલે તેમના સંબંધોને ખૂબ સારી રીતે જાળવી રાખ્યા છે. તેમને 13 વર્ષની પુત્રી પણ છે. જેનું નામ આરાધ્યા બચ્ચન છે.
પરંતુ છેલ્લા કેટલાક સમયથી મીડિયા રિપોર્ટ મુજબ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન વિશે એવું કહેવામાં આવી રહ્યું હતું કે બંને એકબીજાથી અલગ થઈ રહ્યા છે અને બંને ગ્રે ડિવોર્સ લઈ શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ જેની પાછળનું કારણ હંમેશા અભિષેક બચ્ચનના પરિવારને માનવામાં આવે છે.
કિંજલ દવેએ ઐશ્વર્યાને લઈને કરી આ વાત
હાલમાં આખા ગુજરાતમાં નવરાત્રિનો માહોલ જોવા મળ્યો હતો. નવરાત્રિમાં કિંજલ દવેએ તેના ગીતો અને ગરબા ગાઈને ધૂમ મચાવી હતી, પરંતુ આ બધા વચ્ચે તેને સ્ટેજ પર ઐશ્વર્યાને લઈને વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ આપ્યું છે. કિંજલ દવેએ કીધું છે કે, ભાઈઓ અને બહેનો, તમારી કે મારી વાત નથી, જેના ઘરે ઐશ્વર્યા છે એની પણ આ જ હાલત છે, આપણે કંઈ બહુ ગમ લગાડવાનો છે નહીં. આ પછી તે ગીત ગાવાનું શરુ કરે છે કે બાજુ વાળી રશિલા લાગી.... ત્યારબાદ તે સનેડો ગીત ગાવાની શરુઆત કરે છે. કિંજલ દવેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને આ સમાચાર વાયરલ વીડિયોને આધારે લખવામાં આવ્યા છે, સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.
https://www.instagram.com/reel/DBBzJKFyF_O/?igsh=MWU5cHZvMDI0bWUyZg%3D%3D
કોણ છે કિંજલ દવે?
કિંજલ દવે એક ગુજરાતી સિંગર છે, જે ગુજરાતી સંગીત ઉદ્યોગમાં તેના કામ માટે જાણીતી છે. કિંજલે નાની ઉંમરે ગાવાનું શરૂ કર્યું અને 2017માં તેના હિટ ગીત "ચાર બંગડી વાલી ગાડી" થી પ્રસિદ્ધિ મેળવી. ત્યારથી, તેણે ઘણા લોકપ્રિય ગીતો ગાયા છે અને ભારત અને વિદેશમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી છે. કિંજલ તેના પરંપરાગત ગુજરાતી લોક સંગીત માટે જાણીતી છે અને સંગીત ઉદ્યોગમાં તેના યોગદાન માટે તેણે અનેક એવોર્ડ જીત્યા છે. 2019 માં તેને 12મા ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ્સમાં ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ મળ્યો હતો. 2020 માં તેને સંગીત કેટેગરીમાં ફીલિંગ્સ પ્રાઈડ ઓફ ઈન્ડિયા એવોર્ડ મળ્યો.